October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

ટ્રાફિક સંકલનની મિટિંગમાં નક્કી કરાયા મુજબ કાર્યવાહી :
પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસી ટાઉનશીપ ગુંજન વિસ્‍તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 50 ઉપરાંત દબાણો હટાવાયા હતા.
વાપી જીઆઈડીસી ગુંજન વિસ્‍તાર મેઈન રોડ, અંબામાતા સર્કલ, મોરારજી દેસાઈ સર્કલ, હરિયા હોસ્‍પિટલ રોડ તથા ખાઉધરી ગલી જેવા વિસ્‍તારોમાં નોટિફાઈડનો હથોડો પડયો હતો. જાહેર માર્ગમાં ટ્રાફિકને અડચણ રૂપ લારી ગલ્લા, કાચા કેબિન જેવા દબાણો વીણી વીણીને દૂર કરવામાં આવ્‍યા હતા. નોટિફાઈડ ચીફ ઓફિસર સગર અને અન્‍ય અધિકારી જી.આઈ.ડી.સી. પોલીસ કાફલાની નિગરાનીમાં એક પછી એક રોડો ઉપરથી દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વી.આઈ.એ.માં યોજાયેલ ટ્રાફિક સંકલનની મિટિંગમાં દબાણો હટાવવાનો લેવાયેલા નિર્ણય મુજબ ગણતરીની દિવસોમાં તંત્રએ કામગીરી પાર પાડી હતી. ગુંજન વિસ્‍તાર સામાન્‍ય રીતે ભરચક વિસ્‍તાર છે તેથી દબાણો ટ્રાફિક અડચણરૂપ જ હતા.

Related posts

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

Leave a Comment