(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી દત્તુપાડા ખાતે ચાલીમાં રહેતા અને આલોક કંપનીની કેન્ટીનમાં કામ કરતા યુવાને કોઈક અગમ્ય કારણસર ગઈકાલ તા.29મીડિસેમ્બરના રવિવારે પોતાના રૂમની અંદર જ ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નિમિત્ત થાપા (ઉ.વ.27) રહેવાસી દત્તુપાડા, રખોલી. જે સેલવાસની આલોક કંપનીની કેન્ટીનમાં કામ કરતો હતો જે એના કાકા સાથે ચાલીમાં રહેતો હતો. સવારે કાકા નોકરી પર નીકળી ગયા બાદ રૂમની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે નિમિત્ત થાપાએ ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. સાંજે જ્યારે એના કાકા નોકરી પરથી પરત ઘરે આવ્યા ત્યારે જોયું તો નિમિત થાપા રૂમની અંદર જ ગળે ફાંસો લગાવેલી હાલતમાં લટકી રહ્યો હતો, તે જોતા આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરતા પોલીસકર્મીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.