October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

(…ગતાંકથી ચાલુ)
દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે.’
આ સંગ્રામની કલ્પના, યોજના અને સફળતાનું શ્રેય મહદંશે સંગ્રામના સેનાપતિ ગણાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક શ્રી રાજાભાઉ વાકણકરને ફાળે જાય છે. સંઘ દ્વારા થયેલા રાષ્ટ્રભક્તિના સંસ્કાર અને તેમના પોતાના લડાયક મિજાજને કારણે તેમણે આ સંગ્રામમાં ઝુકાવ્યું અને અનેક સ્વયંસેવકોને પણ તે માટે પ્રેરિત કર્યા. સ્વભાવથી જ લડાયક મિજાજ ધરાવતા શ્રી વાકણકર લગભગ દસ વર્ષ સંઘના પ્રચારક હતા. સમાજના પ્રત્યેક સ્તરના નાના મોટા બધા જ ઘટકો સાથે સંપર્ક સ્થાપીને શાખામાં અને શાખાની બહાર પણ રાષ્ટ્રીય ભાવના, સુસંસ્કાર અને માતૃભૂમિ પ્રત્યેના કર્તવ્યો વિષે જાગૃતિ લાવવી ઍ સંઘ પ્રચારકોનું સામાન્ય કાર્ય હોય છે. પરંતુ ઍના અમલીકરણ માટેની પદ્ધતિ વ્યક્તિ આધારિત હોય છે. શ્રી વાકણકરને આ હેતુ માટે શસ્ત્રાસ્ત્રો, કબડ્ડી, કુસ્તી જેવા વિષયો વધુ ગમતા. કોઈ પણ નવા ગામમાં જઈને ત્યાંના પ્રથમ હરોળના પહેલવાનને પડકાર ફેîકવો, તેને હરાવવો અને પ્રસંગમાંથી જ તેની સાથે મૈત્રી કરીને તે ગામમાં સંઘની શાખા શરૂ કરવી ઍ તેમની સામાન્ય કાર્યપદ્ધતિ હતી.
શ્રી વાકણકરના શસ્ત્રપ્રેમ અને ગોવા પ્રશ્નમાં રસ લેવા માટે બીજું પણ ઍક કારણ હતું. વાકણકર મૂળ સાંગલીના. સાંગલીમાં સ્વાતંત્ર્યવીર સાવરકરના મોટાભાઈ શ્રી બાબારાવ સાવરકર અને તત્કાલીન પ્રાંતસંઘચાલક શ્રી કાશીનાથપંત લિમયેની અસર તળે ભારતના સ્વાતંત્ર્યથી માંડીને ગોવા સ્વાતંત્ર્ય સુધીના અનેક વિષયો પર વિચાર અને ચર્ચા કરનારા પ્રખર રાષ્ટ્રીવાદી યુવાનોનું ઍક જૂથ તૈયાર થયું હતું. ‘’रणाविण स्वातंत्र्य कोणा मिळाले’ – યુદ્ધ વિના સ્વાતંત્ર્ય કોને મળ્યું છે – ઍ શ્રી સમર્થ રામદાસ સ્વામીની ઉક્તિ અનુસાર જ આ યુવાનોની માનસિકતા તૈયાર થયેલી હતી. સાંગલીની જેમ જ કોલ્હાપુર, પુણે, વાઈ, નાસિક, ઇંદોર, નાગપુર, રત્નાગિરિ જેવાં અનેક સ્થળોઍ આ વિચારથી પ્રેરિત શ્રી બાપુરાવ સાઠે, મોહન રાનડે, સુધીર ફડકે જેવા યુવાનોનાં અનેક નાનાં મોટાં જૂથો તૈયાર થયાં હતાં, જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હતા.
આઝાદ ગોમાંતક દળના યુવાનોને પણ આ સંગ્રામમાં સામેલ થવા માટે ખાસ કરણ હતું. આઝાદ ગોમાંતક દળની સંકલ્પના આઝાદ હિંદ સેનામાંથી આવેલી હતી. સત્યાગ્રહ આંદોલનથી નિર્ણાયક પરિણામ મળી શકશે નહીં ઍ ધારણામાંથી જ ઈ.સ. ૧૯૪૭માં આ દળની સ્થાપના કરવામાં આવી હતી. ગોવા ઘણા લાંબા સમયથી પોર્ટુગીઝ શાસન તળે હતું. ગોવાની પ્રજા દીર્ઘકાળથી પોર્ટુગીઝોના ક્રૂર અત્યાચારો સહેતી હતી. ભારત સ્વતંત્ર થયા પછી ગોવા મુક્તિ આંદોલનને વેગ મળ્યો ઍ ખરૂં, પરંતુ પોર્ટુગીઝ આક્રમણની શરૂઆતથી જ તેનો પ્રખર પ્રતિકાર ગોવાની રાષ્ટ્રપ્રેમી જનતાનું માનસ બની ગયું હતું. ઍ બાબત ગોવા જીતવા માટે થયેલા અનેક પ્રયાસો પરથી જણાઈ આવે છે.
છત્રપતિ શિવાજી મહારાજે ઈ.સ. ૧૬૬૭માં ગોવા જીતવાનો વિચાર કર્યો હતો તેના પુરાવા મળી રહે છે. આ ધમા*ધ સત્તા સામે શિવાજી મહારાજના મનમાં ક્રોધ હોય ઍ તો સ્વાભાવિક જ હતું. છતાં તેમનો મુખ્ય શત્રુ મુસલમાની સત્તા હોવાને કારણે તેમને પોર્ટુગીઝો સાથે લાંબુ યુદ્ધ કરવાને બદલે તેમના પર પોતાનો દબાવ બની રહે ઍવી જ નીતિ અપનાવી હતી.
(ક્રમશઃ)

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ

vartmanpravah

વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીના નાકે જાહેર રોડની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક યુવાન ખાબક્‍યો

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

Leave a Comment