(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા. 30
ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ અને તેના સભ્યો તા.29 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે પધાર્યા હતા. આ મુલાકાતનું મુખ્ય પ્રયોજન ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગો તેના કર્મચારીઓને કઈ સુવિધાઓ આપે છે અને તેમના પ્રશ્નો કઈ રીતે હલ કરે છે તે જાણવાનો હતો. આ મુલાકાત અને બેઠકમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના પ્રમુખ અને મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, તેમજ સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી, માંડવીના ધારાસભ્યશ્રી આનંદભાઈ ચૌધરી, નિઝરના ધારાસભ્યશ્રી સુનિલભાઈ ગામીત, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી વિનોદકુમાર રાઠોડ, વિભાગીય અધિકારી શ્રી પ્રતીક આચાર્ય, નાયબ વિભાગીય અધિકારી શ્રી અમૃત નાદિયા, જીપીસીબી, હેડ ઓફિસના સીનિયર સાયન્ટિફિક ઓફિસર, ડો.એસ એન અગ્રવાલ, પર્યાવરણ અને વન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, શ્રી કે. એમ. વાગમસિંહ, આ બેઠક ઝત્લ્ણ્, વલસાડના નાયબ ડિરેક્ટર, શ્રી ડી કે વસાવાની હાજરીમાં યોજાઈ હતી. જીપીસીબી, વાપીના પ્રાદેશિક અધિકારી શ્રી પરાગ દવે, જીપીસીબી, વાપી નોટીફાઈડ એરિયા ઓથોરિટી ના મુખ્યઅધિકારી શ્રી ડી.બી.સાગર, સરીગામ અને નવસારીના પ્રાદેશિક અધિકારી શ્રી એ.જી. પટેલ, જીઆઈડીસી, વીઆઈએ ના પ્રમુખ શ્રી કમલેશ પટેલ, ઉપ પ્રમુખ શ્રી સુનિલભાઈ અગરવાલ, માનદ મંત્રી શ્રી સતિષ પટેલ, વી.આઈ.એ.ના ખજાનચી શ્રી હેમાંગ નાયક, સહમાનદ મંત્રી શ્રી કલ્પેશભાઈ વોરા તથા વીઆઇએના એડવાઈઝરી બોર્ડ મેમ્બર્સ શ્રી યોગેશભાઈ કાબરિયા અને શ્રી પ્રકાશ ભદ્રા, વીઆઇએના એકઝીકયુટીવ કમિટી મેમ્બર શ્રી મગન સાવલિયા, વી.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વિવિધ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વીઆઇએના પ્રમુખ શ્રી કમલેશભાઈ દ્વારા તેમના સ્વાગત પ્રવચન દરમિયાન વીઆઈએ અને તેની પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપી, મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી હેમાંગભાઈએ વીઆઈએની પ્રવૃતિઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ત્યારબાદ શ્રી મોહનભાઈ અને સમિતિના તમામ હાજર સભ્યોએ વીઆઇએ અને તેના સભ્યો દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે હાથધરાયેલ પહેલ અને પ્રયાસોની પ્રશંસા કરી હતી, અને આસપાસના ગામો અને વિસ્તારોના આદિવાસી વસ્તીની કાળજી લેવાની જરૂરિયાત વ્યક્ત કરી, આદિવાસી લોકો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પહેલ કરવા જણાવ્યું. શ્રી સતિષભાઈએ આભારવિધિ કરી હતી. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યો વાપી ઘ્ચ્વ્ભ્ અને મુક્તિધામ તથા એસ કાન્ત, આર્યન પેપર અને બાયર જેવી કંપનીઓની મુલાકાત માટે ગયા હતા.