October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સમગ્ર શિક્ષણ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો માટે ગુજરાતી કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રદેશ સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સી.પી.એસ. આંબોલી ગુજરાતી માધ્‍યમ અંતર્ગત આવતી 8 જેટલી શાળાના 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાની એવા જમનીબા વરઠા, ભીખુભાઈ પંડયા, સનજીભાઈ ડેલકર, જત્રુબેન ધૂમ, જયંતભાઈ દેસાઈ, ગોમાનસિંહ સોલંકી, ડાલી શેઠ, કમલાબેન પંડયા વગેરે પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને જાણકારી મળે તે માટે પ્રશ્નોતરી સ્‍પર્ધા યોજવા આવી હતી.
વિદ્યાર્થીઓમાં રમત-ગમતની ભાવનાનો વિકાસ, અનુશાસન, જીજ્ઞાશા, સંયમ, આત્‍મનિર્ભરતા અને સપ્ત ગુણોને પ્રોત્‍સાહન આપવા માટે આ સ્‍પર્ધા કારગર સાબિત થઈ. વિદ્યાર્થીઓના સર્વાંગીણ શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે આ સ્‍પર્ધા મહત્‍વપૂર્ણ છે. આ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને પ્રાથમિકગુજરાતી શાળા આંબોલી રહી હતી. બીજા ક્રમે પ્રાથમિક શાળા કોઠારપાડા અને ત્રીજા ક્રમે પ્રાથમિક શાળા પેલાદપાડા રહી હતી. ત્રણેય શાળાના સ્‍પર્ધકોને ક્રમ મુજબ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ઉપસ્‍થિત તમામ વિદ્યાર્થીઓને પણ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે મુખ્‍ય અતિથિ તરીકે બી.આર.સી. ખાનવેલના સમન્‍વયક શ્રી ગણેશ પાટીલ, બાર.પી. શ્રી સંદીપ પાંડે, સી.આર.સી. કો-ઓર્ડિનેટર-આંબોલી શ્રી નેમિશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી જીતેન્‍દ્ર ચૌધરી, શ્રી પ્રવીણ રોહિત-આચાર્ય સી.પી.એસ. આંબોલી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment