October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તાનું જંકશન કે જે વાહન વ્‍યવહારથી સતત ધમધમતું હોય છે ત્‍યારે ચાર રસ્‍તા પાસે બીલીમોરા તરફજતા માર્ગ ઉપર રસ્‍તાની સપાટી ઠેર ઠેર તૂટી જતા મસમોટા ખાડાઓ પડતા અવાર નવાર ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકોની મુશ્‍કેલીનો પાર રહ્યો ન હતો.
બીજી તરફ માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરિટીનો વિસ્‍તાર હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી મરામત કરાતી ન હતી. જોકે જે અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન દ્વારા યોજના ધોરણે ખાડાઓ પૂરી માર્ગની મરામત કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી. વધુમાં આ માર્ગનો ખાડાગ્રસ્‍ત આ વિસ્‍તાર માર્ગની લંબાઈ ખરેખર હાઈવે ઓથોરિટી લાગે છે કે પછી માર્ગ મકાન વિભાગને તે નક્કી કરી ઘણા વર્ષથી ખો આપવાની નીતિરીતિ બંધ થાય અને સમયાંતરે મરામત સાથે માર્ગની જાળવણી થાય તે જરૂરી છે.

Related posts

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

vartmanpravah

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

Leave a Comment