(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.6:
વાપી હરીયા પાર્ક ગેટ સામે આવેલ સન સિગ્નેચર બિલ્ડીંગના પાર્કિંગમાંથી તસ્કર બાઈકની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકે નોંધાવા પામી છે.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીનો વતની અને હાલ વાપીના ડુંગરી ફળિયા, આઝાદ રેસીડેન્સીમાં અબ્દુલ મતીન રફાતુલ્લાહ ખાન (ઉં.આ.54) પરિવાર સાથે રહે છે. તેમનો દિકરો મોહમ્મદ જાવેદ ગત તારીખ 3-12-21 ના રોજ સાંજના સમયે બાઈક નંબર ડીએન-09 એફ-8939 લઈને હરીયા પાર્ક ગેટ સામે આવેલ સન સિગ્નેચર બિલ્ડીંગમાં બાઈક પાર્ક કરી જીમ માટે ગયા હતાં. જે સમયગાળા દરમિયાન તસ્કરે બાઈકનું લોક તોડી અથવા ડાયરેકટ કે ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગયો હતો. જીમમાંથી આવ્યા બાદ બાઈક પાર્કિંગમાં નજરે નહીં પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ કોઈ પત્તો ન લાગતા અબ્દુલ મતીન રફાતુલ્લાહ ખાનએ વાપી ડુંગરા પોલીસ મથકે બાઈક (કિંમત 20 હજાર)ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.