Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

સામાજિક સમાનતા, મહિલા સશક્‍તિકરણ અને શિક્ષણ માટેના મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેના પ્રયાસો આપણા બધા માટે પ્રેરણાદાયી છેઃ ગજેન્‍દ્ર યાદવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી તેનો સ્‍થાપના દિવસ સામાજિક ન્‍યાય સપ્તાહ તરીકે ઉજવી રહી છે અને તે અંતર્ગત તે સામાજિક સમરસતા માટે દરરોજ દેશભરમાં વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે અને દલિત, પછાત, શોષિત અને વંચિત લોકોની વચ્‍ચે જઈ ને તેમના માટે મોદી સરકાર દ્વારા કરાયેલા કામોની જાણકારી આપવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઓબીસી મોરચાના ખજાનચી શ્રી ગજેન્‍દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા તેમના એક દિવસીય પ્રવાસ પર દમણ અને દાદરા નગર હવેલી આવ્‍યા છે.
આજે સેલવાસ ભાજપ કાર્યાલય, અટલ ભવન ખાતે સામાજિક કાર્યકર મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી હરીશ પટેલની અધ્‍યક્ષતામાં આયોજિત, આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ગજેન્‍દ્ર યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા આ ઉપરાંત અન્‍ય ઉપસ્‍થિતોમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિવેક દાઢકર, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચોહાણ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્‍ય શ્રી વિશાલ ટંડેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આજના અતિથિ વિશેષ શ્રી ગજેન્‍દ્ર યાદવે ઉપરોક્‍ત કાર્યક્રમોમાં જણાવ્‍યું હતું કે, મિત્રો આજે મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ છે, જેઓએ દેશમાં સામાજિક અસમાનતાઓ અને ભેદભાવ સામે નવજાગૃતિનો પ્રકાશ જગાડીને સમાજને ઉત્‍થાન કરવાનું બીડું ઝડપ્‍યું હતું અને વંચિતોનું કલ્‍યાણ અને મહિલા સશક્‍તિકરણ તેઓએ સુનિヘતિ કર્યુંહતું. આ પ્રસંગે હું તેમને નમન કરૂં છું. તેમણે કહ્યું હતું કે ‘પુરુષ તમામ જીવોમાં શ્રેષ્ઠ છે અનેસ્ત્રી તમામ મનુષ્‍યોમાં શ્રેષ્ઠ છે.સ્ત્રી અને પુરૂષ જન્‍મથી જ મુક્‍ત છે, તેથી જ બંનેને સમાન રીતે તમામ અધિકારો ભોગવવાની તક મળવી જોઈએ સામાજિક સમાનતા અને મહિલા સશક્‍તિકરણ અને શિક્ષણ માટેના તેમના પ્રયાસો આપણા બધા માટે પ્રેરણાદાયી છે.

Related posts

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment