December 7, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

પિતાએ ઠપકો આપતા યુવતી નારાજ થઈ ગઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. માતાએ વાતમાં પાડી એન્‍ડ સમયે પાછળથી પિતાએ ઘટના સ્‍થળેથી પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગુરુવારે મોડી સાંજે બાવીસા ફળીયા રોડ પર આવેલ સાંઈ શાંતિધામ ખાતે રહેતી એક યુવતી ઘરમાં કંઈ કામન કરતી હોય આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતી હોય એવો ઠપકો માતા-પિતા દ્વારા અપાતા યુવતીએ ગુસ્‍સામાં આવી બિલ્‍ડિંગની છત પર ચડી ગઈ હતી અને ત્‍યાંથી કૂદવાની ધમકી આપી રહી હતી. એ સમયે અનેક લોકોએ પોતાની છત પરથી વિડીયો બનાવી વાયરલ કર્યા હતા. જોકે યુવતી કુદે એ પહેલા માતાએ એને વાતમાં પાડી પિતા પાછળના ભાગેથી આવી એને ઉંચકી લીધી હતી. આ ઘટના બનતા સોસાયટીમાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઘરેલુ મામલો હોય દીકરીની બદનામી ન થાય જેથી કરી પોલીસ કેસ ન કરવાની પરિવારના સભ્‍યએ ના પાડી હતી. પરંતુ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા શહેરમાં ચર્ચાનો વિષય બન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

Leave a Comment