October 2, 2023
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

વતી કાલે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો 73મો જન્‍મ દિવસ છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સંબંધ અને સંપર્ક ખુબ જૂનો છે. તેઓ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી બનવા પહેલાં સંઘના કાર્યકર તરીકે અનેક વખત દાદરા નગર હવેલીના દરેક પાડે(ફળિયે) અને વિસ્‍તારે આવી ચુકેલા છે. તેઓ દમણ અને દીવની આબોહવાથી પણ પરિચિત રહ્યા છે. લોકસભાની 2009ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ઉપર ભાજપને વિજય અપાવવામાં પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા રહી હતી.
મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍પર્શતા અનેક મુદ્દાઓમાં ખુબ જ સંવેદનશીલ અભિગમ અપનાવ્‍યો હતો અને આટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશના લોકોને અન્‍યાય નહીં થાય તે માટે અંગત કાળજી પણ લીધી હતી. જેમાં 2011ના વર્ષમાં દાદરા નગર હવેલી ખાતે સરકારી કોલેજની સ્‍થાપના માટે વિકટ બનેલા એફીલિએશનના પ્રશ્ન દરમિયાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત યુનિવર્સિટી જોડે દાદરા નગર હવેલીની કોલેજનું સફળ જોડાણ કરાવ્‍યું હતું. આ કોલેજના પ્રારંભથી દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસીઓ આજે અભ્‍યાસ કરીને સારા અને મોભાદાર પદ ઉપર પણ બિરાજમાન થયા છે. જેનો સંપૂર્ણ શ્રેય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે.
પ્રધાનમંત્રી બન્‍યા બાદ છેલ્લા 9 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી સકલ અને સૂરત દરેકની સામે છે. શિક્ષણ, આરોગ્‍ય, માળખાગત સુવિધા, સામાજિક સુરક્ષાથી લઈ લોકોની વિચારશક્‍તિમાં પરિવર્તન લાવવાનું પણ અભૂતપૂર્વ કાર્ય થયું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાસ્‍તવિક સ્‍થિતિથી પરિચિત હોવાના કારણે તેમણે અમલદારશાહીના જોડાયેલા નેટવર્કને નાથવા માટે રાજનીતિજ્ઞ એવા પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્‍તિ કરી એક કાંકરે અનેક અનિષ્‍ટોનો સંહાર કર્યો છે. કારણ કે, પહેલાં મોટાભાગે ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચૂંટાયેલા મોટાભાગના લોક પ્રતિનિધિઓ, લેન્‍ડ અનેલીકરમાફિયાઓ તથા એજન્‍ટોની જુગલબંધી રહેતી હતી. આ નેટવર્કને નાથવાનું કામ ખુબ જ મુશ્‍કેલ હતું. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અપનાવેલા તટસ્‍થ પ્રમાણિક અને કાર્યક્ષમ અભિગમના કારણે તેઓ પોતાના મિશનમાં સફળ રહેતાં આજે બદલાયેલા વર્ક કલ્‍ચર અને બદલાયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્શન થાય છે.
વિશ્વ વંદનીય એવા પરમ આદરણીય યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે પરમ કૃપાળુ પરમેશ્વર તેમને દીર્ઘાયુ અને તંદુરસ્‍તી બક્ષી નવા ભારતના નિર્માણ માટે બળ પ્રદાન કરે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનો એક એક વ્‍યક્‍તિ ડગથી ડગ માંડી વિકસિત ભારત માટે આગળ વધે એવી ‘વર્તમાન પ્રવાહ’ પરિવાર દિલથી દુઆ માંગે છે.

Related posts

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

Leave a Comment