October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નિકળેલ રેલીમાં 600 ઉપરાંત લોકો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી ઉપલક્ષમાં વાપીમાં આજે યોગ જાગૃતતા રેલી યોજાઈ હતી.
ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ યોગ જાગૃતતા રેલી વાપીમાં નિકળી હતી. આ સંદર્ભે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. રેલીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જુનઝુનવાલા સ્‍કૂલ ટ્રસ્‍ટી ભવલેશભાઈ કોટડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ, યોગ પ્રશિક્ષક શીતલબેન ત્રિગોત્ર, માયાબેન ધોડગે, પ્રિતીબેન વૈષ્‍ણવ, શિલાબેન વશી સહિત શહેરના 600 ઉપરાંત નાગરિક ભાઈ-બહેન રેલીમાં જોડાયા હતા. અંબામાતા મંદિરથીનિકળેલ માર્ગ જાગૃતિ રેલી ગુંજનના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. આ પ્રસંગે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વડાપ્રધાનના જન્‍મ દિનની ઉજવણી અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહેલ છે.

Related posts

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment