Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત ઈન્‍ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્‍પર્ધાનું આયોજન જીટીયુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમે યુનિવર્સિટીની સમગ્ર કોલેજો પૈકી પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.
ગર્લ્‍સ વોલીબોલ સ્‍પર્ધામાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની કુલ 3 વિદ્યાર્થિની ખુશી પટેલ, નેહા થોરાટ અને ઝીલ ટંડેલ તેમજ બોય્‍સ વોલીબોલ સ્‍પર્ધામાં આર્યન ટંડેલ દ્વારા ઉત્‍કળષ્ટ દેખાવ કરી જી.ટી.યુ વોલીબોલ ટીમમાં સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થી એસોસિએશન ઓફ ઈન્‍ડિયન યુનિવર્સિટીસ (એ.આઈ.યુ) દ્વારા આયોજિતવોલીબોલની સ્‍પર્ધામાં જી.ટી.યુ.નું પ્રતિનિધિત્‍વ કરશે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્‍થાના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. વી.ડી. ધીમન તથા આચાર્ય ડૉ. વી.એસ.પુરાણી દ્વારા સંસ્‍થાના વિદ્યાર્થીઓને તથા ટીમ મેનેજર પ્રો. પી.જે.પટેલ તથા પ્રો. કે.એ.ચૌધરી તથા રાજકોટ ખાતે ટીમ સંચાલક પ્રો. ભૂમિકા દોમડીયાને અભિનંદન પાઠવ્‍યા હતા. વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં રસ દાખવે એ માટે કોલેજના આચાર્ય ડો. વી.એસ.પુરાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

Leave a Comment