(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના કિલવણી નાકા પર આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી સંવત 2081ને કારતક સુદ સાતમના શુક્રવાર તા.8મી નવેમ્બરના રોજ ધામધૂમથી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર તા.8મી નવેમ્બરોના સવારે 11:39 કલાકે આરતી અને બપોરે 12:00થી સાંજે 4:00વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન જય જલારામ બાપા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ અવસરનો લાભ લેવા દરેક ભાવિક ભક્તોને મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
Previous post