Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

દીવ જિલ્લામાં કાર્યરત વિવિધ સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ સંબંધિત ગતિવિધિનું નિરીક્ષણ કરી આપેલું જરૂરી માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વિવિધ સચિવ સ્‍તરના અધિકારીઓ દીવની મુલાકાતે છે. જેમાં નવનિયુક્‍ત સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતી ભાનુપ્રભાએ આજે પોતાની દીવ મુલાકાતના બીજા દિવસે બાળ કલ્‍યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, વાત્‍સલ્‍ય વિશિષ્‍ટ શાળા, ચાઈલ્‍ડ લાઈનસર્વિસ ‘1098′ તથા વ્‍યસનીઓ માટે ચલાવવામાં આવી રહેલ સંકલિત પુર્નવસન કેન્‍દ્ર વગેરેની મુલાકાત લઈ ગતિવિધિની જાણકારી મેળવી હતી અને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્‍યા હતા.
સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સચિવ શ્રીમતી ભાનુપ્રભાએ સૌપ્રથમ કલેક્‍ટર કચેરી ખાતે આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમના કાર્યાલયમાં બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ તથા અન્‍ય સભ્‍યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમના બાળ સુરક્ષા અધિકારી અને સ્‍ટાફગણ સાથે મિટીંગ કરી પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. તેમણે દીવમાં જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન હેલ્‍થ અને ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચલાવવામાં આવતી બાળકોની હેલ્‍પ લાઈન 1098 અને સરગમ યુવા મંડળ દ્વારા કાર્યરત વ્‍યસનીઓ માટે સંકલિત પુર્નવસન કેન્‍દ્રના કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. જ્‍યાં આ કેન્‍દ્રો દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ કામગીરીઓનું નિરીક્ષણ કર્યુ હતું. તેઓને વધુમાં વધુ સરકાર દ્વારા અમલીકરણ કરાયેલ સુવિધાનો લાભ આપવા તથા લોકોને આ કેન્‍દ્રની કામગીરીથી પરચિત થાય તે માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા પણ સૂચના આપી હતી.
દીવની મુલાકાત દરમિયાન સચિવ શ્રીમતી ભાનુપ્રભાએ બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી નિલમ ફુગ્રો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીમતી મૈત્રી ભટ્ટ, વાત્‍સલ્‍ય વિશિષ્‍ટ શાળાનાસેક્રેટરી શ્રી ઉષ્‍માન વોરા, સરગમ યુવા મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ જેઠવા, ચાઈલ્‍ડ લાઈનના કો-ઓર્ડિનેટર શ્રી તન્‍વીર ચાવડા વગેરે સાથે મુલાકાત કરી બાળકો માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી બદલ સંતોષ વ્‍યક્‍ત કરી વધુ સારી કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25 યજમાન કેન્‍દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્‍ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્‍વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

vartmanpravah

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

Leave a Comment