July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી લોકસભા 2024 ની ચૂંટણી અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે ‘‘બુથ સશક્‍તિકરણ” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષસ્‍થાને અને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ ભાજપના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, શ્રી માધુભાઈ કથીરિયા તેમજ વલસાડ જિલ્લા બુથ સશક્‍તિકરણના ઈન્‍ચાર્જ શ્રી કરસનભાઈ ગોંડલીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં અગત્‍યની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ‘‘બુથ સશક્‍તિકરણ” અભિયાન અંગે હાજર તમામને પ્રદેશની સૂચના મુજબ સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કરી બાકી કામગીરી સત્‍વરે પૂર્ણ કરવા જણાવાયું હતું. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતાપાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શીલપેશભાઈ દેસાઈ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશના હોદેદારશ્રીઓ, તમામ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા મીડિયા, સોશિયલ મીડિયા, આઈ.ટી.ના ઈન્‍ચાર્જશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

vartmanpravah

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment