(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.રર
સેલવાસના ડોકમરડી નદીમાં બિલ્ડરો દ્વારા ડ્રેનેજનું પાણી સીધુ છોડવાનો અહેવાલ અખબારમાં આવ્યા બાદ સેલવાસ પાલિકાના અધિકારીઓ જગ્યાઓ પર પહોંચી આસોસાયટીઓની ચોરીને પકડી અને ત્યાં તાત્કાલિક છોડવામા આવી રહેલ ડ્રેનેજ પાણીના કનેક્શનને બંધ કરવામા આવ્યા છે પરંતુ આ સોસાયટીઓ દ્વારા છોડવામા આવતુ પાણીને કયા સુધી બંધ રાખવામા આવશે અને પાલિકા દ્વારા કયા સુધી નજર રાખશે એ જોવાનુ રહ્યુ.
પાલિકા દ્વારા ફક્ત ડ્રેનેજ કનેક્શન બંધ કરવાથી કામચલાઉ ઉકેલ આવ્યો છે આવા બિલ્ડરો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામા આવે એવી લોકમાંગણી ઉઠી રહી છે.