ગુરૂવારે શેરબજારમાં બન્ને કંપનીના શેરના ભાવ ગગડી જતા સ્થિરતા લાવવા કરાર કર્યા હોવાનું મનાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: ભારતભરમાં કેમિકલ સેક્ટરમાં દિગ્ગજ ગણાતી વાપીની બે જાણીતી કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે જોઈન્ટ વેન્ચર આધારિત કરાર કરવામાં આવ્યો છે. બન્ને કંપનીઓએ હાથ મિલાવ્યા છે.
વાપી અંકલેશ્વર સહિત અન્ય ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત યુ.પી.એલ. અને આરતી ઈન્ડસ્ટ્રીઝના ગુરૂવારે શેરબજાર બંધ થયા બાદ ભાવ ગગડયા હતા. આરતી ઈન્ડસ્ટ્રીઝનો શેર અડધો ટકો તૂટી 623 રૂપિયા આસપાસના ભાવે બંધ રહ્યો હતો જ્યારે યુ.પી.એલ.નો શેર એક ટકો તૂટી 510 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. તેથી બન્ને કંપનીઓએ જોઈન્ટ વેન્ચરનો કરાર કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ જોઈન્ટ વેન્ચર કરાર આધારે નાણાકીય 2026-27 ના વર્ષના પહેલા ત્રિમાસિકથી શરૂ થશે. તેથી જેવી થકી 400 થી 500 કરોડ રૂપિયાની આવકની આશા સેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, યુપીએલના શેર લાંબા સમયથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવી જ સ્થિતિ આરતી ઈન્ડસ્ટ્રીઝની રહી છે. આબન્ને કંપનીઓએ સ્પેશ્યલ કેમિકલ સપ્લાયમાં ભાગીદારી કરારમાં કરી હોવાનું મનાય છે.