December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

વરસાદ પડતાંની સાથે જ મોટી દમણમાં લાઈટ ડૂલ થતાં ટોરેન્‍ટ પાવર સામે લોકોમાં ભભૂકેલો રોષઃ ચોમાસા દરમિયાન સતત વિજળી વેરણ બનશે એવી બળવત્તર બની રહેલી લોક લાગણી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
દમણમાં આજે મૌસમનો લગભગ પહેલો વરસાદ વરસતાં થોડી ઠંડક સર્જાવા પામી હતી. આજે સવારે 8 વાગ્‍યાથી સાંજના 5 વાગ્‍યા સુધી દમણમાં 20 મીલીમીટર વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પહેલાં વરસાદની સાથે જ મોટી દમણ શહેર વિસ્‍તારમાં સાંજના સમયે લગભગ એક કલાક જેટલા સમય માટેલાઈટ ડૂલ થતાં ટોરેન્‍ટ પાવર સામે લોકોનો રોષ દેખાયો હતો. અગામી ચોમાસામાં પણ હવે વિજળી વેરણ બનશે એવી લાગણી સામાન્‍ય લોકોમાં સ્‍વભાવિક બની છે.
ખેતી માટે વાવણીલાયક વરસાદ વરસ્‍યો નથી. તેથી ખેડૂતો પણ ચિંતામાં દેખાઈ રહ્યા છે, પરંતુ ચોમાસુ 20મી જૂનથી બરાબર જામશે એવા વરતારાથી ખેડૂતો વાવણી પહેલાંના ખેતીના કામમાં સક્રિય બન્‍યા છે.

Related posts

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment