Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

19 ડિસેમ્‍બર 1961 પહેલાં જન્‍મેલા માતા-પિતાના સંતાનોના ડુપ્‍લિકેટ પાસપોર્ટ બનાવાતા હતા : 10 પાસપોર્ટ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડમાં પહેલા પાસપોર્ટ વિઝા બનાવી આપવાની કામગીરી કરતો અને ગુનાહિત રેકર્ડ ધરાવતો માસ્‍ટર માઈન્‍ડ વાપી-વલસાડ-દમણમાં પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ બનાવતો હોવાની સનસની ખેજ રેકેટનો પોલીસએ પર્દાફાશ કરી માસ્‍ટર માઈન્‍ડ સાથે પાસપોર્ટ મેળવનાર અન્‍ય ત્રણની ધરપકડ કરી 10 ડુપ્‍લિકેટ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્‍યા છે.
વલસાડમાં રહેતો આરોપી માસ્‍ટર માઈન્‍ડ મોહંમદ શાકીદ ઉર્ફે ટોમી વાપી-વલસાડ-દમણમાં રહેતા પોર્ટુગલ જવા માગતા લોકોને બનાવટી પેપર, આધાર-પુરાવા ડોક્‍યુમેન્‍ટથી બનાવટી પાસપોર્ટ બનાવી આપતો હતો. પોલીસને મળેલી ખાનગી રાહે બાતમી આધારે મોહંમદ શાકીદઉર્ફે ટોમીને દબોચી લીધો તેમજ બનાવટી પાસપોર્ટ બનાવેલ એવા અન્‍ય ત્રણ આસીયા બીલી, મોહીન શેખ, ઈરફાન સુલેમાન ટેલરને પણ પોલીસે ધરપકડ કરી હતી. માસ્‍ટર માઈન્‍ડ મોહંમદ અગાઉ વલસાડમાં પાસપોર્ટ-વિઝાની ઓફિસ ચલાવતો હતો તેથી તેના સંપર્કો બહોળા હતા. તલાટી કે પાલિકામાંથી ખોટા જરૂરી ડુપ્‍લિકેટ દસ્‍તાવેજ બનાવડાવીને મોહંમદ પોર્ટુગિઝના બનાવટી પાસપોર્ટ કાઢી આપતા એમાં ખાસ કાનૂન એવો છે કે 19 ડિસેમ્‍બર 1961 પહેલા જન્‍મેલાને પોર્ટુગીઝ વિઝા પાસપોર્ટ આપવામાં આવે છે તેથી તેવા લોકોના 1961 પછી જન્‍મેલા સંતાનો ખોટા પાસપોર્ટથી પોર્ટુગીઝમાં ઘૂસી જવાનો રસ્‍તો કરી લે છે. ઝડપાયેલ માસ્‍ટર માઈન્‍ડ આરોપી મોહંમદ શાકીદના નામે ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. બનાવટી પાસપોર્ટ કૌભાંડના રેલામાં તલાટી કે પાલિકાના અધિકારીઓ પણ તપાસના રેલામાં આવરી લેવાનું પોલીસે જણાવેલ છે.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

દાનહમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment