September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના દિશા-દોરવણી હેઠળ અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલાના માર્ગદર્શનમાં ભાજપ કાર્યકર્તાઓ માટે પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું લાઈવ પ્રસારણ સાંભળવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ અવસરે શરૂઆતમાં ભાજપ મહિલા મોરચાના પૂર્વ જિલ્લાધ્‍યક્ષ સ્‍વ.સુનંદા કચુવેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એમના સંગઠન પ્રત્‍યે નિષ્ઠાથી કરવામાં આવેલ કાર્યોને યાદ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ પ્રદેશ ભાજપના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ને ટી.વી. ઉપર લાઈવ સાંભળવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, દાનહ જિલ્લાપંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશા ભવર, જિલ્લા ભાજપ મહિલા ઉપાધ્‍યક્ષ ડો. પ્રમિલા ઉપાધ્‍યાય સહિત મહિલા મોરચાની પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ જિ.પં.માં વધુ ત્રણ સમિતિઓના અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

Leave a Comment