October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

દમણ જિલ્લા પ્રમુખ અસ્‍પી દમણિયાએ દમણની સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્‍સિપાલને ભેટ આપેલુ અટલ બિહારી વાજપેયીનું ‘જનનાયક અટલજી’ પુસ્‍તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23
ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સુશાસન દિવસ નિમિત્તે અટલ બિહારી વાજપેયી વિશે વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા માર્ચા દ્વારા આજે સવારે 10.30 કલાકે નાની દમણ સાર્વજનિક શાળામાં સુશાસન દિવસ નિમિત્તે સ્‍વ. અટલ બિહારી વાજપેયી વિષય પર વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળાનાવિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ શાળાના આચાર્ય શ્રી સોલંકીને સ્‍વ.અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર લખવામાં આવેલું પુસ્‍તક ‘જનનાયક અટલજી’ ભેટ આપી અનુરોધ કર્યો હતો કે આ પુસ્‍તકને પોતાની લાયબ્રેરીમાં રાખે, સાથે સાથે વિદ્યાર્થીઓને અટલજીના જીવન પરનું પુસ્‍તક વાંચીને તેમના વિચારોને જીવનમાં ઉતારવા પણ અનુરોધ કર્યો હતો. જેથી અટલજીનું ચરિત્ર અને દેશ પ્રત્‍યેની તેમની અપાર નિષ્‍ઠા વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ લાવી શકે.
આ અવસરે મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ, ભાજપ દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ન.પા. પ્રમુખ અને નેશનલ એક્‍સએસીટીવ મેંમ્‍બર મહિલા મોર્ચા શ્રી સોનલબેન પટેલ, દમણ નગર પાલિકા કાઉન્‍સિલર શ્રી જસવિન્‍દર કૌર, પ્રદેશ મહિલા મોર્ચાના મહામંત્રી દિપાલી શાહ, સ્‍કૂલના આચાર્ય શ્રી સોલંકી, શિક્ષિકા રેણુકા, સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને વાઈસ પ્રેસિડેન્‍ટ વિજેતા શર્મા, ખજાનચી શ્રી અમિતા દેસાઈ, જોઈન્‍ટ ખજાનચી તૃપ્તી પટેલ, ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

Leave a Comment