January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દર વર્ષે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સ્‍તરે કલા ઉત્‍સવ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં વિવિધ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિકશાળાના વિદ્યાર્થીઓ માટે ‘‘કલા ઉત્‍સવ-2024”ની જિલ્લા કક્ષાની સ્‍પર્ધાનું આયોજન દાદરા નગર હવેલી જિલ્લાની માધ્‍યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સેલવાસ ખાતેના કલા કેન્‍દ્રના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.
‘‘વિકસિત ભારત”ની મુખ્‍ય થીમ પર આધારિત બે દિવસીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં, દાનહ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી કલાકારોએ સંગીત, નૃત્‍ય, નાટક, વાર્તાઓ અને દ્રશ્‍ય કલા જેવી વિવિધ સ્‍પર્ધાઓમાં તેમની કલાત્‍મક પ્રતિભા દર્શાવી હતી. કલા ઉત્‍સવ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓની સહજ કલાત્‍મક પ્રતિભાને પ્રોત્‍સાહન આપવાનો છે.
જિલ્લા કક્ષાની ‘‘કલા ઉત્‍સવ” સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.
મદદનીશ શિક્ષણ નિયામક શ્રીએ જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને સંઘ પ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધા માટે શુભકામના આપી હતી. જિલ્લા કક્ષાની કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં વિજેતા કલાકાર હવે સંઘપ્રદેશ કક્ષાએ યોજાનાર કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં ભાગ લેશે. જેમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરનાર કલાકારોને રાષ્‍ટ્રીય કક્ષાએ આયોજીત થનારી કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ભાગ લેવાનો અવસર મળશે. દાનહ જિલ્લા કક્ષાનીકલા સ્‍પર્ધાનું આયોજન શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકશ્રીના સફળ માર્ગદર્શનમાં કરાયું હતું.

Related posts

વાપી રોટરી નવરાત્રી થનગનાટમાં ‘થનગનાટ’ ચરમસીમાએ: પોલીસ પરિવારો સહિત યૌવન ધન હિલોળે ચઢ્યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્‍ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા

vartmanpravah

Leave a Comment