Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ જ્ઞાન સહાયક યોજનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં 11 માસની શિક્ષકો માટે ભરતી કરારની જોગવાઈ છે. તેનો ભાવિ શિક્ષકો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. આજે વલસાડમાં વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનોની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી સાથે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
સરકાર દ્વારા 11 માસની કરાર આધારિત જ્ઞાન સહાયકોની યોજના રજૂ કરેલ છે. જેમાં શિક્ષકો જોડાઈ શકે છે. પરંતુ ટેટ-ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્‍યાય થઈ રહ્યો છે. તેવા શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓની ભરતી કરવાની ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. આજે વલસાડમાં આ મુદ્દે વિશાળ રેલી યોજાઈ હતી અને માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરો. ટેટ-ટાટ પરીક્ષા આપેલ ઉમેદવારોને કાયમી કરવાની માંગણી કરવામાં આવી હતી. ભાવિ શિક્ષકોના સમર્થનમાં મહારૂઢી ગ્રામ સભાના અધ્‍યક્ષ રમેશભાઈ બોપી ગામના માજી સરપંચ નિકુંજભાઈ, ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય શૈલેષ પટેલ જેવા આગેવાનોની રાહબરીમાં રેલી યોજાઈ હતી તેમજ તા.30 સપ્‍ટેમ્‍બરે આ મામલે વલસાડમાં ફરી ભેગા થવાનું નક્કી કરવામાં આવેલ છે.

Related posts

નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ સેમિનાર યોજાયો

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment