December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

લેબર વિભાગના અધિકારી મિહિર જોશીએ કંપની સંચાલકો અને કોન્‍ટ્રાક્‍ટરોને કામદારોના તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી શ્રમિકોના હિત-વેતન દર સંદર્ભે સર્ક્‍યુલર જારી કરવામાં આવ્‍યો છે, ત્‍યારથી કામદારો પોતાના હક્ક-અધિકાર માટે એક પછી એક કંપનીઓમાં ન્‍યાયની માંગણી માટે હડતાળનો સિલસિલો ચાલુ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સેલવાસ-નરોલી રોડ પર અથાલ ગામ ખાતે આવેલ પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો પગાર સહિતના વિવિધ મુદ્દાઓ અંગે હડતાળપર ઉતર્યા હતા અને તેમણી માંગણીઓ બાબતે સૂત્રોચ્‍ચાર કર્યા હતા. હડતાળ ઉપર ઉતરેલા કામદારોએ મેઈન રોડ પર જ બેસી ચક્કાજામ પણ કર્યો હતો. જેના કારણે ટ્રાફિકનો જમેલો થતાં જિલ્લા પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી.
દરમિયાન એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે. સહિત પોલીસની ટીમ અને લેબર વિભાગના અધિકારી શ્રી મિહિર જોશી, સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર વગેરે કંપનીના કામદારોએ નાંખેલા ધામા ઉપર પહોંચ્‍યા હતા અને કામદારોને કંપની પરિસરમાં લઈ જવાયા હતા. ત્‍યારબાદ ટ્રાફિક ખુલ્લો કરાયો હતો અને કામદારોના પ્રશ્નો સાંભળ્‍યા હતા. આ બાબતે લેબર વિભાગના અધિકારી શ્રી મિહિર જોશીએ કંપની સંચાલકો અને કોન્‍ટ્રાક્‍ટરોને બોલાવી કામદારોના તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી.

Related posts

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

માસ્‍ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

Leave a Comment