December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

માજી સભ્‍યો, કર્મચારીઓ તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ રેલી દ્વારા આપ્‍યો સ્‍વચ્‍છતા અંગેનો સંદેશો : 36પ દિવસ નગરને સ્‍વચ્‍છ રાખનારા સફાઈ કર્મચારીઓનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.02: બીજી ઓક્‍ટોબર એટલે ગાંધી જયંતી. આઝાદીની લડાઈ અહિંસક રીતે લડનારા અને સ્‍વચ્‍છતાના પૂજારી એવા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે બાપુનો જન્‍મદિવસ. આ પ્રસંગે પારડી નગરપાલિકાના વહીવટદાર શ્રી આર.આર. ચૌધરી, ચીફ ઓફિસર શ્રી બી.બી. ભાવસાર, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, શ્રી ભાવેશ પટેલ, શ્રી પંકજ ગરાણીયા સહિત તમામ સ્‍ટાફ અને પારડી નગરપાલિકાના માજી સદસ્‍યો શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી દેવેનભાઈ શાહ, શ્રી બીપીનભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી રાજનભાઈ ભટ્ટ, શ્રીમતી મીરાબેન કંસારા, શ્રી હરીશભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી પ્રણવભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ ઓઝા, શ્રી અજિતભાઈ ભંડારી સહિતના મહાનુભાવોએ સૌપ્રથમ પારડી કંસારવાડ ખાતે આવેલ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી એમનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બાપુને પ્રિય એવા સ્‍વચ્‍છતાનો સંદેશો ઘર ઘરપહોંચે એ માટે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રેલીઓ કાઢી સ્‍વચ્‍છતા અંગેનો સંદેશો નગરના લોકોને આપવામાં આવ્‍યો હતો સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન 365 દિવસ નગરને સ્‍વચ્‍છ રાખી લોકોની આરોગ્‍યની સંભાળ રાખનારા નગરપાલિકા સફાઈ કર્મચારીઓને પણ આજરોજ સન્‍માનવામાં આવ્‍યા હતા
આમ સ્‍વચ્‍છતાના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો યોજી મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતીની ઉજવણી પારડી નગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.

Related posts

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપીમાંથી રીઢો ટ્રક ચોર ઝડપાયો : 6 મહિનામાં 3 ટ્રક અનેઆઈશર ટેમ્‍પોની ચોરી કરી

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

Leave a Comment