January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

શ્રમજીવી પરિવારનો એકમાત્ર આધાર છીનવાતા પરિવારમાં ફેલાયેલી શોકની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના તેજલાવ ગામના વેઠીયાવાડમાં રવિવારના રોજ ત્રણેક વાગ્‍યાના અરસામાં સ્‍વામિનારાયણ મંદિર નજીક થાંભલા ઉપર વાયર ખેંચતા સમયે બાજુમાં આવેલ થાંભલા ઉપરના વાયર સાથે હાથ લાગી જતા વીજ કરંટ લાગતા આનંદ દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.આ. 25) (રહે.રોલાગામ, નવાનગર તા.જી.વલસાડ) નીચે પડી જતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં ખેસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવો અંગેની ફરિયાદપિંકલ નીતિનભાઈ રાઠોડે (ઉ.વ.આ. 28) (રહે.કુંડી ગામ હાજી તળાવ તા.જી.વલસાડ) આપતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સામાન્‍ય રીતે કોન્‍ટ્રાક્‍ટરે કામ ચાલું કરવા પૂર્વે સંબંધિત વીજ કંપનીની કચેરીને જાણ કરવાની હોય છે અને વીજ કંપની દ્વારા એક કર્મચારી પણ ફાળવવામાં આવતો હોય છે પરંતુ રવિવારના રોજ કોન્‍ટ્રાક્‍ટરે વીજ કંપનીની કચેરીને જાણ કર્યા વિના તેજલાવમાં કામ કરાવાયું હતું અને એ સમયે એક વીજ લાઈન પર વીજ પ્રવાહ બંધ કર્યો હતો પરંતુ ત્‍યાંથી પસાર થતી બીજી વીજ લાઈન બંધ કરી ન હતી. જેને લઈને વીજ કરંટ લાગવાથી રોલા ગામના શ્રમજીવી પરિવારે એકમાત્ર આધાર ગુમાવવો પડતા પરિવાર પર આભ તૂટી પડ્‍યું હતું. ઉપરોક્‍ત સંજોગોમાં બેદરકારી દાખવનાર કોન્‍ટ્રાક્‍ટર સામે વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યુવાન દીકરો ગુમાવનાર પરિવારને યોગ્‍ય વર્તન ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વીજકંપની આંતલિયા સબ ડિવિઝનના નાયબ ઈજનેર શ્રી વી.એમ.દેસાઈના જણાવ્‍યાનુસાર તેજલાવમાં અમારી કચેરીને જાણ કર્યા વિના રજાના દિવસે કોન્‍ટ્રાક્‍ટરે કામ ચાલુ કરાવ્‍યું હતું. તેમાં જે વીજ લાઈન પર કામ કરવાનું હતું તે બંધ કરીહતી. પરંતુ ત્‍યાંથી પસાર થતી બીજી લાઈન બંધ કરી ન હતી. એમની ભૂલ થઈ છે. અમને જાણ કરવાની હોય છે અને એમની સાથે એક સુપરવાઈઝર આપતા હોઈએ છીએ હાલે અમારી તપાસ ચાલુ છે.
કોન્‍ટ્રાક્‍ટર રમેશભાઈના જણાવ્‍યાનુસાર તેજલાવમાં વાયર છૂટી ગયેલો તે સામેની લાઈન પર પડતા તેના પરથી પાવર રિટર્ન થયેલો હોય એવું લાગે પાંચ છ થાંભલા જ કાઢવાના હોય એટલામાં શું જાણ કરવાની તેમ કરી જાણ કરી ન હતી. બાકી લાઈન તો બધી બંધ કરી જ હતી. બીજી લાઈન તો ખેતીવાડીની હતી. વળતર અંગે કંઈ ને કઈ તો ગોઠવવું પડશે જ ને.

Related posts

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment