Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

આ પ્રસંગે પ્રશાસનીય અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. દીવ કલેકટર કોન્‍ફરન્‍સ હોલ ખાતે દીવ નગરપાલિકા દ્વારા તથા દીવ પ્રશાસનના સહયોગથી આજે દેશના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી નિમિત્તે શ્રદ્ધા-સુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દીવ કલેકટર ભાનુ પ્રભા સહિત પ્રશાસનીયઅધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજનેતાઓ, કર્મચારીઓ વગેરેએ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીબાપુને સુતરની આંટી પહેરાવી તથા લાલબહાદુર શાષાીને પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કાર્યક્રમ દરમિયાન પૂજ્‍ય ગાંધીજીના પ્રિય ભજન વૈષ્‍ણ વજન તો તેને કહીએ રે પિંડ પરાઈ જાણે રે, અને ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન ભજનના સૂરો દ્વારા લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં સ્‍વચ્‍છતા પ્રેમીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સાથે રંગોળી સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા અને નિબંધ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓને ઈનામ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા અંતર્ગત આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટ તથા વોલીબોલ ટુર્નામેન્‍ટમાં વિજેતા ટીમ ને અને રનરપ ટીમ ને પણ ટ્રોફી તથા સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્‍યું. કાર્યક્રમ દરમિયાન દીવ કલેકટર ભાનુ પ્રભાએ ઉપસ્‍થિત તમામ લોકોને શપથ લેવડાવ્‍યા હતા.
આ પ્રસંગે એડીએમ વિવેક કુમાર, ડેપ્‍યુટી કલેકટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા, ઉપ પ્રમુખ લક્ષ્મીબેન મોહન, નગરપાલિકા સદસ્‍યો, જિલ્લા પંચાયત સદસ્‍યો ઓફિસરગણ કર્મચારીગણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

Leave a Comment