December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

પ્રિન્‍સિપાલનો ઘેરાવો : જવાબદાર પ્રોફેસરને સસ્‍પેન્‍ડ કરવાની વિદ્યાર્થીઓની માંગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં આવેલ એન.એચ. કોમર્સ કોલેજમાં આજે પેપર ફુટવાના મામલે વિદ્યાર્થીઓએ કોલેજમાં હંગામો મચાવી કોલેજ માથે લીધી હતી.
વલસાડની એન.એચ. કોમર્સ કોલેજમાં બી.કોમ એકાઉન્‍ટના પાંચમા સેમિસ્‍ટરનું પેપર લીક થયુ હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. પ્રિન્‍સિપાલની ઓફિસમાં વિદ્યાર્થીઓ અને પ્રિન્‍સિપાલ વચ્‍ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ‘‘કોલેજના શિક્ષકની પેપર લીકમાં સંડોવણી છે. તેમને સસ્‍પેન્‍ડ કરી કાયદેસરની કાર્યવાહી કરો” તેવી માંગ વિદ્યાર્થીઓ કરી હતી. બીજી તરફ પેપર લીક પકડી પાડનાર વિદ્યાર્થી સંગઠનો વચ્‍ચે પણ ગરમા ગરમી થઈ હતી. અન્‍ય સંગઠનના વિદ્યાર્થીક્રેડીટ લેવા આવ્‍યા હોવાથી મામલો ઉગ્ર બન્‍યો હતો. આ મામલા વચ્‍ચે શિક્ષકો ટયુશન કરાવી રહ્યા છે તે યુ.જી.સી.ના નિયમ વિરુધ્‍ધ છે તે બંધ કરવાની પણ માંગ ઉઠી હતી. નોંધનીય છે કે, સરકારી ભરતી પરિક્ષાઓમાં પેપર લીક થવાના કારણે સરકારે પરિક્ષાઓ રદ્દ કરી હતી તેથી કોમર્સ કોલેજમાં પણ મામલો ઉગ્ર બન્‍યો હતો.

Related posts

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

Leave a Comment