April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

દરેક ગ્રામ પંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં કુશળનેતૃત્‍વમાં તથા દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ દાનહ જિલ્લા પંચાયત અને 20 ગ્રામ પંચાયતોમાં આજે 2જી ઓક્‍ટોબરે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને તેમની જન્‍મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને 20 ગ્રામ પંચાયતોમાં પૂજ્‍ય બાપુની જન્‍મ જયંતિ નિમિત્તે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં એમના પ્રિય ભજન ‘વૈષ્‍ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે….’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ’ ધૂન રજૂ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દરેક ગ્રામ પંચાયતમાં સ્‍વચ્‍છતા રાખનારા દરેક સ્‍વચ્‍છતાકર્મીઓને પ્રમાણપત્ર આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
દરેક પંચાયતોમાં એક વિશેષ ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્‍યું જેમાં ‘સ્‍વચ્‍છતા દરેક નાગરીકની જવાબદારી હોય’ એ માટે એક સંકલ્‍પ સાથે પોતાની જવાબદારી અગ્રેસર કરવા શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. તદ્‌ઉપરાંત ‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત મહત્ત્વના બિંદુઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં 1. આ વિશેષ ગ્રામ સભામાં કુપોષણ, ટી.બી., રક્‍તપિત્ત, જોખમી ગર્ભાવસ્‍થા, કિશોરવયની પ્રારંભિક ગર્ભાવસ્‍થા,ષાીઓ અને બાળ પોષણ વિષે માર્ગદર્શન આપવામાં આવ્‍યું. 2. જનભાગીદારી સાથે સ્‍વચ્‍છતા અભિયાન કરવામાં આવ્‍યું. 3. પ્રાથમિક આરોગ્‍ય તપાસ જેમ કે બ્‍લડ પ્રેશર અને રેંડમ બ્‍લડ સુગરની તપાસ કરવામાં આવી હતી. 4. આયુષ્‍માન ભારત હેલ્‍થ અકાઉન્‍ટ (ખ્‍ગ્‍ણ્‍ખ્‍) કાર્ડ માટેની નોંધણી પણ કરવામાં આવી તથા એના માટે જરૂરી માર્ગદર્શ પણ આપવામાં આવ્‍યા.
અત્રે આયોજીત ગ્રામ સભામાં સમાજ કલ્‍યાણ વિભાગથી સુપરવાઇઝર, આંગણવાડી વર્કર તથા આરોગ્‍ય વિભાગથી મેડિકલ ઓફિસર, આયુષ ઓફિસર, એએનએમ તથા આશા વર્કર તેમજ ગ્રામ પંચાયતોના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. ગ્રામ સભા બાદ સૌએ જન ભાગીદારીથી શ્રમદાન કરી સફાઈમાં ભાગ લીધો હતો.
આ તમામ 20 ગ્રામ પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ કાર્યક્રમ તારીખ 15/09/2023 થી 02/10/2023 અંતર્ગત ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી હતી. જેમણે આંકલન કરી પરિણામ જાહેર કર્યા હતા. સર્વ શ્રેસ્‍ઠ પાંચ ગ્રામ પંચાયતોને પુરસ્‍કાર તથા પ્રમાણપત્રો આપી નવાજવામાં આવી હતી. જેમાં પ્રથમ પુરસ્‍કાર ગ્રામ પંચાયત રાંધાને મળ્‍યો હતો જ્‍યારે બીજો પુરસ્‍કાર દૂધની ગ્રામપંચાયતના ફાળે ગયો હતો. ત્રીજો પુરસ્‍કાર કૌંચા, ચોથો પુરસ્‍કાર ખાનવેલ અને પાંચમો પુરસ્‍કાર ગ્રામ પંચાયત સાયલીના ફાળે આવ્‍યો હતો.
આ કાર્યક્રમના અંતે વિજેતા ગ્રામ પંચાયતોને દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા દ્વારા વિજેતા ગ્રામ પંચાયતોને વિકાસ અને આયોજન અધિકારી તેમજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્‍યોની હાજરીમાં જિલ્લા પંચાયત, દાદરા નગર હવેલીના સભા ખાંડમાં પુરસ્‍કળત કરવામાં આવ્‍યા હતા.

Related posts

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

Leave a Comment