October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના જિલ્લા મુખ્‍યાલય સેલવાસમાં સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં વિવિધ જાહેર કાર્યક્રમો, સાર્વજનિક સભા, ધરણાં, રેલી, લાઉડસ્‍પીકરનો ઉપયોગ, નારાબાજી, ઘોંઘાટ વગેરે કરવા માટે દાદરા નગર હવેલી જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા 144 કલમ લગાવવાનો આદેશ જારી કર્યો છે.
જિલ્લા મેજીસ્‍ટ્રેટના આદેશમાં જણાવ્‍યા મુજબ જાહેર કાર્યક્રમો, સાર્વજનિક સભા, ધરણાં, રેલી, લાઉડસ્‍પીકરનો ઉપયોગ, નારાબાજી, ઘોંઘાટ વગેર સામાન્‍ય જનતા માટે અસુવિધાનું કારણ બને છે અને વાહનોના આવાગમનને સુચારુ રીતે પ્રભાવિત કરે છે તેમજ સચિવાલય કલેક્‍ટોરેટ જે સંવેદનશીલ કાર્યાલયોનાકામકાજમાં અડચણ ઉભી થાય છે. ઉપરાંત કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિમાં પણ વિઘ્‍ન નાખે છે, જેના માટે દંડ પ્રક્રિયા સંહિતા 1973(1974ના નંબર-2)ની કલમ 144 મુજબ દાનહ જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા આદેશ જારી કરાયો છે જેમાં સાર્વજનિક સભા, ધરણાં કે કોઈ જાહેર કાર્યક્રમ કરી લોકોને એકત્રિત કરવા, કોઈપણ સંઘ, સંગઠન, રાજકીય પક્ષો દ્વારા સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરથી તેના 100મીટરના વિસ્‍તારમાં ગેર કાનૂની પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ આદેશ 03 ઓક્‍ટોબરથી તાત્‍કાલિક પ્રભાવથી લાગુ કરવામાં પડે છે અને 02ડિસેમ્‍બર સુધી 60 દિવસ સુધી પ્રભાવિત રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ દંડનીય કાર્યવાહી કરાશે.

Related posts

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

વાપી, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં આજથી રિધ્‍ધિ સિધ્‍ધિના દાતા દેવતા ગણેશજીના મહામહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

વલસાડ મોંઘાભાઈ હોલ ગ્રાઉન્‍ડના નવરાત્રી મહોત્‍સવમાં વરસાદનું વિઘ્‍ન નડયું : પ્‍લાસ્‍ટીક પાથરી ગરબા રમાયા

vartmanpravah

Leave a Comment