-
ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોની સરકારી ફિની રકમ સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય દિનેશભાઈ ધોડી દ્વારા ભરી કરેલું આવકારદાયક કામ
-
કચીગામના દરેક ઘરને નળનું કનેક્શન મળવાથી હવે પાણીની સમસ્યાનો આવનારો અંત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24
ભારત સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દમણજિલ્લાની કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ ધોડીએ પોતાની પંચાયત વિસ્તારનું એકપણ ઘર નળના કનેક્શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લીધી છે અને જરૂરિયાતમંદોને સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યએ કનેક્શન માટે જરૂરી ફિસ પણ ભરી આવકારદાયક કાર્ય ર્ક્યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચીગામ વિસ્તારમાં પીવાના પાણીની બહુ મોટી સમસ્યા હતી. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને ભારત સરકારની ‘નલ સે જલ’યોજના ખુબજ ઝડપથી કાર્યાન્વિત કરતા કચીગામ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને નળના કનેક્શન માટે થનારો ખર્ચ શ્રી ભરતભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ ધોડીએ ઉઠાવી લેતા બહુ મોટી રાહત થઈ છે. અને પાણીની મોટી સમસ્યાનું સમાધાન સંભવ બન્યું છે જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.