January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 23 ઓગસ્‍ટ 2024 ના રોજ નશા મુક્‍તિ ટોબેકો વિષય ઉપર સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હાયર સેકન્‍ડરી અંગ્રેજી માધ્‍યમના આચાર્ય રીનાબેન દેસાઈ અને માધ્‍યમિક શાળાના આચાર્ય દક્ષાબહેન પટેલ તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના આચાર્ય ચંદ્રવદન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. શરૂઆતમાં આચાર્ય ચંદ્રવદન પટેલે મુખ્‍યવકતા અને શ્રીમતી ગ્‍ફગ્‍ ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ.સચિન નારખડેનો ટૂંકમાં પરિચય આપ્‍યો હતો.ત્‍યારબાદ સચિન નારખડે દ્વારા ટોબેકૉ વિષયને લઈ વિદ્યાર્થીઓને માહિતી પ્રદાન કરી હતી. ઞ્‍શ્રંણર્ુીશ્ર ક્કંયદ્દત્ર્ વ્‍ંણર્ુીણૂણૂં તયશ્વરર્ુીક્ક દ્વારા 13 થી 15 વર્ષના બાળકો પર સર્વે કરવામાં આવ્‍યો હતો. ગુજરાતના ડેટા મુજબ 5.4 ટકા વિદ્યાર્થીઓ જેમાં 6.3 ટકા છોકરાઓ અને 4.2 ટકા છોકરીઓ તમાકુની બનાવટોનું સેવન કરે છે તેમાંથી 11.5 ટકા લોકોએ જણાવ્‍યું હતું કે તેઓ શાળાઓમાં ધુમ્રપાન કરે છે તથા 63 ટકા વર્તમાન સિગારેટ પીનારાઓ અને 81 ટકા વર્તમાન બીડી ધુમ્રપાન કરનારાઓએ સ્‍ટોર પાનની દુકાન સ્‍ટ્રીટવેન્‍ડર અથવા વેન્‍ડિંગ મશીનમાંથી સિગારેટ બીડી ખરીદી હતી. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં છોકરાઓ સરેરાશ ઉંમર 7.8 વર્ષ અને છોકરીઓ આઠ વર્ષની ઉંમરે ધુમ્રપાન શરૂ કરે છે.
તમાકુના સેવનના કારણે ભારતમાં દર વર્ષે 13 લાખ લોકો મૃત્‍યુ પામે છે બાળકોને સરળતાથી મળી રહેવાથી તેઓમાં વ્‍યસનનું પ્રમાણ વધતું જાય છે તમાકુના સેવનનું પ્રમાણ ઘટાડવા અને તમાકુના સેવનથી થતી મૃત્‍યુ ઘટાડવા માટે નવી પેઢી વ્‍યસની ના બને તેની કાળજી લેવી જરૂરી છે. આથી તમાકુ મુક્‍ત શાળા હોવી એ મહત્‍વની બાબત છે. તે અંગે બાળકોને માહિતી અપાઈ હતી. જેમાં વ્‍યસનની આડઅસર, ડ્રગ્‍સ, ગુટખા, તમાકુ, ગાંજા, હિરોઈન જેવા નશીલા પદાર્થએટલે શું છે ? તે જણાવવામાં આવ્‍યું. બાળક ઘર બહાર અને લોકો સાથે મળે-ભળે અને એને એમ થાય કે, હવે મેં મોટો થઈ ગયો અને હવે હું નશો કરી શકું. લોકોને જોઈને અનુકરણ કરે પરંતુ નશો કરવાથી જિંદગીમાં ઘણી બધી અડચણ આવવાની શરૂ થઈ જાય. લોકો સાથે રહેવાનું ન ગમે-એકલા પડી જવાય. પોતાનું જ ભાન ન રહે, ટેન્‍શન, ગુસ્‍સો પોતાના જ પર હાવી થઈ જાય. અને નશો કરતા પકડાયેલા વ્‍યક્‍તિને પોતાની જિંદગીમાં પોતાનો અભ્‍યાસ છોડી દેવો પડે, વિદેશમાં જવા માટેની વિઝા અટકી જાય, લોકો સાથેના સંબંધો પણ તૂટી જતા હોય છે. આવા ગેરફાયદાઓ થતા હોય છે. સારા વ્‍યક્‍તિનો સંગ કરવો કોઈ ખરાબ વ્‍યક્‍તિનો સંગ કરવો નહીં. નશો કરવાથી સેલિબ્રિટીઓએ પણ પોતાની જિંદગી ટૂંકાવી છે. તમારી અંદર રહેલી સારી આવડતની સાથે આગળ વધો. અને જીત હાંસલ કરો. જિંદગીનો કીમતી સમયને સાચવો સમય તમને સાચવશે અને જીત તમારી થશે. જે વિદ્યાર્થીઓને જણાવાયું હતું.

Related posts

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

Leave a Comment