October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

ભાજપ પ્રેરિત પેનલના સભ્‍યોનો વિજય – ક્રોસ વોટિંગથી મોવડી મંડળ ચિંતાતુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: વલસાડ જિલ્લાની અગ્ર ગણીય ગણાતી સરદાર ભીલાડવાલા પારડી પીપલ્‍સ કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની બાકી રહેલ અઢી વર્ષની ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી આજરોજ પારડી ખાતે આવેલ મુખ્‍ય શાખા ખાતે યોજવામાં આવી હતી.
ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા સભાના પ્રમુખ તરીકે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી દર્પણ વિનોદરાય દેસાઈ અને પરિવર્તન પેનલ તરફથી અજય છગનલાલ શાહે ફોર્મ ભરતા યોજાયેલ મતદાન દરમિયાન દર્પણભાઈને 11 અને અજય શાને 6 મત મળતા દર્પણભાઈનેઆજની સભાના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા હતા.
ત્‍યારબાદ સભાના અધ્‍યક્ષ દર્પણભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણીઓ યોજતા સૌ પ્રથમ ભાજપ પ્રેરિત પેનલે પાર્ટીએ આપેલ મોવડી મંડળના આદેશ મુજબ જીતેન્‍દ્રભાઈ કાંતિલાલ દેસાઈનું નામ સૂચવ્‍યું હતું પરંતુ પાર્ટીના આદેશને માન્‍ય રાખવાના બદલે ભાજપ પ્રેરિત પેનલના જ હેમંત ગુણવંતરાય ભટે પાર્ટીના આદેશ વિરુદ્ધ જઈ પરિવર્તન પેનલના સહયોગથી ચેરમેન પદ માટે ઉમેદવારી ફોર્મ ભરતા જીતેન્‍દ્રભાઈ અને હેમંતભાઈ વચ્‍ચે ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મતદાન દરમિયાન સૌના આヘર્ય વચ્‍ચે જીતેન્‍દ્રભાઈને 9 અને હેમંતભાઈને 8 મત મળ્‍યા હતા. આમ ભાજપ તરફી પેનલમાંથી વધુ એક ડિરેક્‍ટરએ પણ પાર્ટીના આદેશ વિરુદ્ધ મતદાન કર્યું હતું પરંતુ એક મતે ફરીવાર રિપિટ જીતેન્‍દ્રભાઈ કાંતિલાલ દેસાઈને ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા.
તેવી જ રીતે વાઈસ ચેરમેનના પદ માટે પણ ભાજપ પ્રેરિત પેનલ તરફથી મોવડી મંડળના આદેશ મુજબ વલસાડના ધારાસભ્‍ય અને બેંકના ડિરેક્‍ટર એવા ભરતભાઈ કિકુભાઈ દેસાઈની સામે પરિવર્તન પેનલ તરફથી અભિષેક વિરેન્‍દ્રભાઈ દેસાઈએ ફોર્મ ભરતા યોજાયેલ વાઈસ ચેરમેનની ચૂંટણીના મતદાન દરમિયાન વાઈસ ચેરમેનના પદ માટે પણ ભરતભાઈને 9 અને અભિષેકને 8મત મળતા ભરતભાઈને એક મતે વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા.
આજની આ બેંકની અઢી વર્ષની ચૂંટણીમાં ભલે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હોય પરંતુ બે જેટલા ડિરેક્‍ટરોએ મોવડી મંડળના આદેશ વિરુદ્ધ જઈ મતદાન કરતા ભાજપ પરિવારમાં ચર્ચાનો વિષય બન્‍યો હતો.
અંતમાં ફરીવાર રિપીટ એવા ચેરમેન તરીકે નિયુક્‍ત થયેલા જીતેન્‍દ્રભાઈએ બેંક ખાતેદારો, સભ્‍યો અને લોકો માટે હિતમાં હોય અને બેંક ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવા કાર્ય કરવાની ખાતરી આપી હતી જ્‍યારે પ્રથમ વખત વાઈસ ચેરમેન બનેલા વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે પણ બેંકનું હિત જળવાઈ રહે અને લોકોની બેંક પ્રત્‍યેની અપેક્ષા પૂર્ણ થાય એવા કાર્ય સૌ ડિરેક્‍ટરો સાથે મળીને કરીશું હોવાનું જણાવ્‍યું હતું.
પરિવર્તન પેનલ તરફથી હેમંતભાઈ ભગતે આજની આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જેને લઈ સૌ ડિરેક્‍ટરનો આભાર માન્‍યો હતો.
આજની બેંકની આ અઢી વર્ષની ચૂંટણી દરમિયાન બેંકના 18 માંથી 17 સભ્‍યો હાજર રહ્યા હતા. પરિવર્તન પેનલના મોભી એવા હેમંતભાઈ દેસાઈ નાતંદુરસ્‍ત તબિયતને લઈ ગેરહાજર રહેતા પરિવર્તન પેનલે નજીવા માંર્જીંગથી હારનો સામનો કરવો પડ્‍યો એ સભાસદોમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

Related posts

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત બુધવારે અધધ… વધુ 387 પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

Leave a Comment