કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી મહિલા હોમગાર્ડ સાથે વારંવાર બળાત્કાર કર્યા : અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરી રહ્યાનો પણ આરોપ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપીમાં એક મહિલાહોમગાર્ડએ પોલીસ કોન્સ્ટેબલ પર લગ્નની લાલચ આપી બાદમાં ધાક ધમકી આપી અવાર નવાર બળાત્કાર કરવાનો આરોપ લગાડયો છે. આ બાબતે ભોગ બનનાર મહિલા હોમગાર્ડએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. બનાવને લઈ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પી.સી.આર. વેનનો ડ્રાઈવર છે. પોલીસ કામગીરી દરમિયાન મહિલા હોમગાર્ડ સાથે પરિચય થયો હતો. સંબંધો શારિરીક સબંધ સુધી પહોંચી ગયા હતા. મહિલા હોમગાર્ડ અને કોન્સ્ટેબલ બન્ને પરિણિત છે. શરૂઆતના સંબંધમાં કોન્સ્ટેબલએ લગ્ન કરવાની હા પાડતા મહિલા હોમગાર્ડને વિશ્વાસ આવ્યો હતો. પાછળથી કોન્સ્ટેબલનો મીજાજ બદલાઈ ગયો. તે પછી અશ્લીલ વિડીયો બનાવેલો. જે વારંવાર શોષણ કરતો રહેલો. સંબંધોની જાણ થતા મહિલાના પતિએ ઘરેથી કાઢી મુકી બાદ મહિલા રોડ ઉપર આવી જતા વાપી ટાઉન પોલીસમાં કોન્સ્ટેબલ ઉપર શારિરીક શોષણ બળાત્કારના આરોપો સાથે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.