Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડ સ્‍ટેશન રોડ પર આવેલ શતાબ્‍દી માર્કેટમાં કાર્યરત મોબાઈલ એસેસરી રેલવે ઈ ટિકિટ શોપમાં પાછળના ભાગે બાકોરૂ પાડી તસ્‍કરો ગતરાત્રે ચોરી કરી પલાયન થઈ જતા દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સ્‍ટેશન રોડ ઉપર આવેલ શતાબ્‍દી માર્કેટમાં દુકાન નં.11માં મોસીન પારૂખ શેખ મોબાઈલ એસેસરી અને રેલવે ઈ ટિકિટ, મોબાઈલ મની ટ્રાન્‍સફર વગેરેનો વ્‍યવસાય ચલાવી રહ્યા છે. આજે રવિવારે તેઓએ દુકાન ખોલી ત્‍યારે સરસામાન વેરવિખેર પડેલો જોતા તપાસ કરી તોદુકાનની પાછળ બાકોરૂ જણાયું હતું. દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું. પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. મોસીન શેખના જણાવ્‍યા અનુસાર એક અઠવાડીયા પહેલાં પણ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તસ્‍કરો અઠવાડીયામાં બીજીવાર હાથફેરો કરી ગયા હતા. આજે 15 હજાર રોકડા અને મોબાઈલ એસેસરી વગેરેની ચોરી થતા માર્કેટમાં પણ ચકચાર મચી જવા પામી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment