December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના રીંગરોડ પર છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહેલ છે જેના કારણે બાલાજી જેમ્‍સ સોસાયટીની સિવરેજ લાઈન બંધ થઈ જવા પામી છે. જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફરી વળતાં ભારે ગંદકીનો માહોલ ઉભો થયો છે. ડ્રેનેજના ફેલાયેલા ગંદા પાણીથી સોસાયટીના તથા સ્‍થાનિક રહીશોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે યાદ રહે દાનહમાં ડેગ્‍યુનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ડેન્‍ગ્‍યુના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્‍યો છે. ત્‍યારે આ ડ્રેનેજના પાણીના કારણેસોસાયટીમાં રોગ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. શાળાએ જતા બાળકોને પણ વહી રહેલા ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્‍ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્‍યા સંદર્ભે સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ધ્‍યાન આપવામાં આવે એવી સોસાયટીના લોકોની લાગણી અને માંગણી છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

ડુંગરીમાં જમીનના હિસ્‍સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો

vartmanpravah

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment