January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

  • વડાપ્રધાનશ્રીએ જનકલ્યાણકારી નિર્ણયો થકી ગરીબોના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે
  • નવસારીના ધારાસભ્યશ્રી  પિયુષભાઈ દેસાઈ

નવસારી, તા. 31 : ‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સમારોહ હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુલ સંવાદ કર્યો હતો. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે શિમલાથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. નવસારીના શ્રી સમસ્ત મતિયા પાટીદાર સેવા સમાજ સાંસ્કૃતિક ભવન ખાતેઆયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી  ભીખુભાઈ આહીર , નવસારીના ધારાસભ્ય શ્રી પીયુષભાઈદેસાઈ સહિત નવસારીના લાભાર્થીઓવર્ચ્યુઅલી જોડાયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીરઆ તકે વિવિધ ૧૩ ફલેગશીપ યોજના અને તેનાથી આર્થિક ઉન્નતિ બાબતે પણ વિગતે માહિતી પુરી પાડી હતી.સરકારી યોજનાનો લોકોને સીધો લાભ મળે તેના આપણે માધ્યમ બનીએ. જનભાગીદારીથી વિકાસના કામો કરાવી સરકારે વિકાસમાં સૌને જોડયા છે.સરકારની જન કલ્યાણકારી યોજના થકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છેતેવું જણાવ્યું હતું.

નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ જણાવ્યું હતું કે , આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય જનકલ્યાણકારી દ્રારા નાગરિકોના જીવનમાં સરળતા,સુગમતા લાવવાનો છે અને છેવાળાના  માનવી સુધી યોજનાનો લાભ આપી જનકલ્યાણ લાવવાનો છે.વડાપ્રધાનશ્રીએ જનકલ્યાણકારી નિર્ણયો થકી ગરીબોના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે

આ તકે ફલેગશીપ યોજના સ્વચ્છ ભારત મિશન યોજના ગ્રામિણના  જલાલપોરના લાભાર્થીરાધાબેન જગદિશભાઈ રાઠોડ , પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ માટે વાસંદાના લાભાર્થી અલ્પાબહેન ભીખુભાઈ ચૌધરી  અને પ્રધાન મંત્રી આવસ (શહેરી) યોજના માટેજયાબહેન ઉતમભાઈ રાઠોડએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.

વિશાળ જનમેદનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાંજિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પી .કે. હડુલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમિતા બહેન પટેલ સહિતનાપદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દમણના રાજા

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

Leave a Comment