October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી મામલતદાર કચેરી ખાતે રાશનકાર્ડના માટે કેવાયસી કરવા માટે લાંબી લતા કતારો જોવા મળી રહી છે. સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે અને મામલતદાર કોઈપણ હાજર નથી. વાપી મામલતદાર ઉમરગામ ફરજ પર છે અને ગ્રામ્‍યના જે મામલતદાર છે તે પારડીમાં ફરજ પર છે. કોઈપણ અધિકારી અરજદારોનું સાંભળતું નથી તેથી આજરોજ વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહ ઠાકોરે ડેપ્‍યુટી મામલતદારને રજૂઆત કરતા કહ્યું કે કયા કારણેઅરજદારોને આટલી મુશ્‍હેલી થઈ રહ્યું છે શું આમાં ખામી આવી રહી છે અને એવી જાણ થતા કે ઉપરથી સરકારની જે ઓનલાઈન સર્વર ડાઉન અને ધીમું ચાલે છે અને કામગીરી સ્‍લો ચાલે છે અને અમુક લોકો 100-50 રૂપિયાનું રીક્ષાભાડુ કરીને અરજદારો રોજ ધક્કા મૂકી ખાય છે અને અમુક લોકોને તો એમ જ મોકલી આપવામાં આવે છે કે તમારામાં આધારકાર્ડ બરાબર નથી. તમારા રાશનકાર્ડ ચાલુ નથી. એવી અરજદારોની માંગ અને મુશ્‍કેલીઓ થઈ રહી છે.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી

vartmanpravah

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

Leave a Comment