January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

ત્રણ ઈસમોની ધરપકડ કરી છ તલવાર કબજે લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવા અને અ.હે.કો પ્રદિપસિંહપ્રતાપસિંહ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બગવાડા ટોલ પ્‍લાઝાની ઓફિસની બાજુમાં અલગ અલગ સમયે ત્રણ જેટલા ઈસમો હાથમાં મ્‍યાનવાળી તલવાર લઈ આવતા જતા રાહદારીઓને વેચવા માટે તલવાર બતાવતા હોય પોતાની પાસે પ્રાણ ઘાતક તલવાર રાખવી કે વેચવી ગુનો બનતો હોય પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવાએ આ ત્રણ ઈસમો (1) સંજય સુરેશભાઈ લુહાર ઉંમર વર્ષ 20, (2) ગોવિંદભાઈ દિલીપભાઈ લુહાર ઉંમર વર્ષ 32, (3) ઘનશ્‍યામ આત્‍મારામ મારવાડી ઉંમર વર્ષ 20 તમામ રહે.કલોલ કલ્‍યાણપુરા સરકારી પશુ દવાખાનાની પાછળ, ગાંધીનગરની પૂછપરછ દરમ્‍યાન તેઓ પાસે કોઈ આ તલવાર રાખવા કે વેચવા માટેનું લાયસન્‍સ ન હોય જાહેર નામાંનો ભંગ બદલ જી.પી.એક્‍ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છ જેટલી તલવારો કિંમત રૂપિયા 1200 ની કબજે લઈ ત્રણેય ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

Leave a Comment