Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતી બે સખી મિત્ર નીલુ મેહરોત્રા અને ગંગા ખાનચંદાનીએ એક વર્ષ પહેલા યોગા ક્‍લાસ શરૂ કર્યો હતો, જેનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાથે ભેગા મળી ઉજવણી કરી હતી. આ યોગ વર્ગમાં દરેક ઉંમરની મહિલાઓ લાભ લઈ રહી છે.
‘યોગ કરો સ્‍વસ્‍થ રહો’ આ કહેવત યોગનું મહત્‍વ સૂચવે છે, જે જીવન મામાનસિક, શારીરિક અને આધ્‍યાત્‍મિક તંદુરસ્‍તી માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ દ્વારા શરીરને સ્‍વસ્‍થ અને મનને શાંત રાખી શકીએ છીએ. યોગની શારીરિક રીતે સકારાત્‍મક અસર થાય છે. યોગાસન કરવાથી આપણીશારીરિક શક્‍તિ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને રોગોનો સામનો કરવાની આપણી ક્ષમતા વધે છે. યોગાસન કરવાથી શ્વાસ યોગ્‍ય બને છે, જેના કારણે શરીરને યોગ્‍ય ઓક્‍સિજન મળે છે અને તેના કાર્યો સુધરે છે.
યોગ આધ્‍યાત્‍મિક દ્રષ્ટિકોણથી પણ મહત્‍વપૂર્ણ છે. યોગાભ્‍યાસ કરીને આપણે આપણાં મનને શાંતિ અને સ્‍થિરતા પ્રદાન કરીએ છીએ, જેનાથી તણાવ અને માનસિક ચિંતાઓ ઓછી થાય છે. યોગ દ્વારા આપણે આપણા આત્‍મા સાથે એકતા સ્‍થાપિત કરી શકીએ છીએ, જે આપણને જીવનના દરેક પાસાઓમાં સ્‍થિર રહેવામાં મદદ કરે છે. તેથી યોગ કરો, સ્‍વસ્‍થ રહો. આપણને યોગનું મહત્‍વ સમજાવે છે, જેથી આપણે સ્‍વસ્‍થ, સુખી અને સંપૂર્ણ જીવન જીવી શકીએ.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

Leave a Comment