January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્‍યાર સુધી
263 મકાન બનાવી આપ્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વલસાડ વાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ અત્‍યાર સુધીમાં ગરીબો-બેહાલો માટે 263 મકાન બનાવી ચૂક્‍યાછે.
નિતિન જાની ઉર્ફે ખજુરભાઈને સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે વલસાડ હનુમાન ભાગડાવાડા વિસ્‍તારમાં ઔરંગા નદીના કિનારે રહેતા ગુલીબેન રાઠોડ અને તેમની દિવ્‍યાંગ દિકરી છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં રહે છે. ચોમાસામાં ઔરંગા નદીના પુરમાં રાઠોડ પરિવાર ભારે યાતના વેઠતો હોય છે તેવી જાણ ખજુરભાઈને થતા તેઓ વલસાડ દોડી આવીને ગુલીબેન અને તેમની દિવ્‍યાંગ દિકરીને મળ્‍યા હતા. તેમના માટે તાત્‍કાલિક દિન સાતમાં પાકું મકાન બનાવી આપવાની જવાબદારી ઉપાડી લીધી. તેમની ટીમ દ્વારા સ્‍થળ ઉપર શ્રમદાન કરી પાકુ મકાન બનાવી આપવાની કામગીરી આરંભી પણ દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ઉનાળામાં કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં કેટલાક ગામોમાં ગરીબોની પાણીની સમસ્‍યા નિવારવા પ્‍લાસ્‍ટીકની ટાંકીઓ ટ્રકમાં ભરી પહોંચી ગયા હતા અને પાણીની સમસ્‍યાનું નિવારણ કર્યું હતું. ખજુરભાઈની સમાજ સેવાની યાદી ઘણી વિસ્‍તૃત છે, તે હંમેશા ગરીબોના બેલી રહ્યા છે.

Related posts

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment