January 16, 2026
Vartman Pravah
Breaking Newsનવસારી

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

નોકરી-ધંધાવાળા તેમજ રોજીંદા વાહનોના અડિંગાના કારણે દિવસે દિવસે આ વિસ્‍તારમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્‍યા : માર્ગ મકાન અને વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમસ્‍યાના ઉકેલ માટે આગળ આવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 03
ચીખલીમાં મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રેફરલ હોસ્‍પિટલથી કોલેજ શોપીંગ સેન્‍ટર વિસ્‍તાર સુધીની લંબાઈમાં માર્જિનવાળી જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરી માર્ગની પહોળાઈ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલીમાંથી પસાર થતા ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર આલીપોર, બામણવેલ, ખૂંધ, માણેકપોર સહિતના વિસ્‍તારમાં ક્‍વોરી અને અન્‍ય ઉદ્યોગોના કારણે હાઇવે ચાર રસ્‍તાથી માણેકપોર સુધીની લંબાઈમાં મોટાપાયે વાહન વ્‍યવહાર રહેતા અવાર નવાર ટ્રાફિક સમસ્‍યા સર્જાતી હોય છે અને નાના-મોટા અકસ્‍માતો પણ સર્જાતા રહે છે.
આ માર્ગ ઉપર રેફરલ હોસ્‍પિટલની સામે સાંઈ ડેરીથી કોલેજ શોપિંગ સેન્‍ટર સુધીની દોઢેક કિમીની લંબાઈમાં ચીખલી, થાલા, ખૂંધ સહિતના વિસ્‍તારમાં માર્ગનીપહોળાઈ ઓછી હોવા ઉપરાંત બંને તરફ શોપિંગ સેન્‍ટરો હોવા સાથે રોડ ઉપર જ પાર્કિંગ થતું હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાતી હોય છે.
આ વિસ્‍તારમાં રોડની બાજુમાં જગ્‍યા પણ પૂરતા પ્રમાણમાં નહી હોવાથી કેટલાક વિસ્‍તારમાં વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા પણ નહી હોવાથી ચોમાસા દરમ્‍યાન આ મુખ્‍ય માર્ગ ઉપર ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાતા હોય છે. ઉપરોક્‍ત સ્‍થિતિમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રેફરલ હોસ્‍પિટલથી કોલેજ શોપીંગ સેન્‍ટર સુધીની લંબાઈમાં રાજ્‍યધોરી માર્ગની માર્જિનમાં આવતી જમીન સંપાદિત કરવાનું બીડું ઝડપી ટ્રાફીક સમસ્‍યાના કાયમી નિવારણ માટે માર્ગની પહોળાઈ વધારવાની દિશામાં આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કોલેજ સહિત શોપિંગ સેન્‍ટરની બહાર કામધંધા વાળા વાહનોના અડિંગાના કારણે દિવસે દિવસે આ વિસ્‍તારમાં ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. ત્‍યારે આ વિસ્‍તારમાં માર્ગની પહોળાઈ વધારી વરસાદી પાણીના નિકાલ સહિતના આયોજન માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

Leave a Comment