Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

છીરી ધોડીયાવાડ ચાલીમાં રહેતા વિક્રમ શશીભુષણ સિંગ અને ઓમપ્રકાશ સિંગની ધરપકડ : ફોન ઉપર 5 કરોડની ખંડણી માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: મુંબઈના અંધેરીમાં કાર્યરત હોટલના લેન્‍ડ લાઈન નંબર ઉપર હોટલમાં પાંચ બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગનાર બે આરોપી વાપી છીરીથી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.
મુંબઈના અંધેરીમાં આવેલ હોટલ લલીત ના લેન્‍ડ લાઈન નંબર ઉપર અજાણ્‍યો ફોન આવ્‍યો હતો. ફોનમાં હોટલમાં પાંચ બોમ્‍બ મુકીઉડાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેની ગંભીરતાને લઈ હોટલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્‍ટ્ર પોલીસે ચાંપતી હાથ ધરેલ તપાસમાં કેટલાક મોબાઈલ નંબરના લોકેશન વાપીના ટ્રેસ થયા હતા તેથી વલસાડ એસ.પી.નો મહારાષ્‍ટ્ર પોલીસે સંપર્ક કર્યો હતો. એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ તપાસ એસ.ઓ.જી.ને સોંપી હતી. એસ.ઓ.જી.એ તપાસનો ધમધમાટ આરંભી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ખંડણી અને બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી આપનારા વાપી છીરીમાંથી ઝડપાયા હતા. છીરી રાજેશભાઈની ચાલમાં રૂમ નં.3માં રહેતો વિક્રમ શશીભુષણ સિંગ તેમજ ધોડીયાવાડ પ્રવિણભાઈની ચાલમાં રહેતો યેશુકુમાર ઓમપ્રકાશ સિંગની એસ.ઓ.જી.એ ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા આ પ્‍લાન કર્યો હતો. પોલીસે ધરપકડ કરી બન્ને આરોપીઓને મહારાષ્‍ટ્ર પોલીસના હવાલે કર્યા હતા.

Related posts

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્‍યાન અકસ્‍માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment