-
ડીઆઈએના ઈતિહાસમાં ખુબ જ લાંબા સમય બાદ સામાન્ય સભામાં ઉદ્યોગપતિઓએ બતાવેલી મોટી હાજરી
-
ડીઆઈએના સેક્રેટરી તરીકે હરિશભાઈ પટેલની વરણીઃ કોષાધ્યક્ષ પદે પી.કે.સિંઘ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આજે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં સર્વાનુમતેથી અધ્યક્ષ તરીકે શ્રી સત્યેન્દ્ર કુમારની વરણી કરવામાં આવી હતી.
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન(ડીઆઈએ)ના ઇતિહાસમાં ઘણાં લાંબા સમય બાદ ઉદ્યોગપતિઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમારે જૂના સંસ્મરણોને તાજા કરતા સૌથી સિનિયર સભ્ય પૈકીના એક અને પૂર્વ અધ્યક્ષ શ્રી સંજીવ તિવારી, શ્રી આનંદ ગોયલ અને શ્રી મુકેશ શેઠ, શ્રી આર.કે.કુંદનાની વગેરેને યાદ કર્યા હતા. તેમણે વિદાય લઈ રહેલા અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલ અને તેમની ટીમનો પણ આભાર માન્યો હતો.
નવનિયુક્ત ડીઆઈએ અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમારે ભારપૂર્વક સબકા સાથ, સબકા વિકાસને લઈને સબકા પ્રયાસથી સમસ્યાના નિરાકરણનો ભરોસો ઉદ્યોગપતિઓને આપ્યોહતો.
સર્વાનુમતે ડીઆઈએના નિયુક્ત થયેલા હોદ્દેદારોમાં ઉપ પ્રમુખ તરીકે શ્રી સન્ની પારેખ અને શ્રી શરદ પુરોહિતની વરણી કરવામાં આવી હતી. જ્યારે ડીઆઈએના સેક્રેટરી પદની જવાદબારી શ્રી હરિશભાઈ પટેલને સુપ્રત કરાઈ છે. કોષાધ્યક્ષ પદે શ્રી પી.કે.સિંઘ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી વિનિત ભાર્ગવને જવાબદારી આપવામાં આવી છે.
આ પ્રસંગે વિદાય લઈ રહેલા અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલે શેર અને શાયરી દ્વારા પોતાના ઉપર લાગેલા એકલા ચાલતા હોવાના આરોપનો બચાવ કર્યો હતો. તેમણે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમાર અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી સન્ની પારેખ, શ્રી શરદભાઈ પુરોહિત વગેરે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવનિયુક્ત થયેલા પદાધિકારીઓ
(1) શ્રી સત્યેન્દ્ર કુમાર – પ્રમુખ
(2) શ્રી સન્ની પારેખ – ઉપ પ્રમુખ
(3) શ્રી શરદ પુરોહિત – ઉપ પ્રમુખ
(4) શ્રી હરિશ પટેલ – સેક્રેટરી
(5) શ્રી વિનિત ભાર્ગવ – જોઈન્ટ સેક્રેટરી
(6) શ્રી પી.કે.સિંઘ – ટ્રેઝરરર(ખજાનચી)
કારોબારી સમિતિના સભ્યો
(1) શ્રી જીતેન્દ્ર બોથરા
(2) શ્રી છોટુભાઈ પટેલ
(3) શ્રી મનોજ નંદાણીયા
(4) શ્રી પિજુષ બર્મન
(5) શ્રી રાજીવ ગૌતમ
(6) શ્રી રાહુલ તિવારી
(7) શ્રી લક્ષ્મણ (લખમભાઈ) ટંડેલ
(8) શ્રી દિનેશ પાલીવાલ
(9) શ્રી ખુશમન ઢિમર
(10) શ્રી તુષાર ગોયલ
સ્ક્રૂટિનાઈઝિંગ કમીટિના સભ્યો તરીકે આપેલી સેવા
(1)શ્રી વિનય સિંઘ (ચેરમેન-સ્ક્રૂટિનાઈઝિંગ કમીટિ)
(2) શ્રી આનંદ ગોયલ-(સભ્ય)
(3) શ્રી તરૂણ સિન્હા-(સભ્ય)