July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

આપસી દુશ્‍મનીમાં થયેલી હત્‍યાઃ બે આરોપીઓની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો ભેદ માત્ર 72 કલાકમાં ઉકેલી બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.7મી ડિસેમ્‍બરે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે રાત્રે 11:10 કલાકે એક અજાણ્‍યો વ્‍યક્‍તિ બેભાન હાલતમાં પડેલ હોવાનું જાણકારી પોલીસને મળતાં તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અજાણ્‍યા વ્‍યક્‍તિને મરવડ હોસ્‍પિટલ લઈ જવાયો હતો. જ્‍યાં ઉપસ્‍થિત ડોક્‍ટરે મૃત જાહેર કર્યો હતો. પ્રારંભિક તપાસમાં મૃતકનું મોત કોઈ ધારદાર ચાકુથી શરીર ઉપર ઘા કરતા થયું હોવાનું દેખાતા નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્‍યો હતો.
સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરેના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ એસ.પી.ની પહેલથી ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી સંયુક્‍ત રીતે તપાસ જારી રાખી હતી. જેમાં મૃતકનું મોત આપસી દુશ્‍મનીમાં થયુંહોવાનું બહાર આવ્‍યું હતું અને મૃતકની ઓળખ ઈરફાન ગુલામ હુસેન શેખ (ઉ.વ.35) હાલ બસ સ્‍ટેન્‍ડના ફૂટપાથ ઉપર અને મૂળ નિવાસી નાનપુરા સુરત તરીકે થવા પામી હતી. મૃતકની હત્‍યા ભગવાન ફકીરભાઈ ટંડેલ (ઉ.વ.45) રહે. કાપડિયા હોસ્‍પિટલની સામે ખારીવાડ નાની દમણ અને વિરેન્‍દ્ર ફકીરભાઈ ટંડેલ (ઉ.વ.37) રહે. ચિનિયા શેરી નાની દમણનાએ કરેલ હોવાનું જણાતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment