Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં માસ્‍ટર પ્‍લાનની અંદર પ્રદેશની 2047 સુધીની જરૂરિયાતોનું રખાયું ધ્‍યાનઃ દમણ બાદ ક્રમશઃ દાનહ અને દીવ જિલ્લાના માસ્‍ટર પ્‍લાનને પણ પ્રશાસકશ્રીની મળશે મંજૂરી

  • દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે ખુલી શકે છે વિકાસના નવા દ્વારોઃ વધુમાં વધુ જમીનોને ડેવલપમેન્‍ટ ઝોનમાં કરાઈ સામેલ

  • નવા માસ્‍ટર પ્‍લાનમાં પ્રશાસને ફાયર વિભાગ માટે પણ નવા ડી.સી.આર.ના અંતર્ગત જ બિલ્‍ડીંગોને મંજૂરી આપવાનું પ્રાવધાન નિશ્ચિત કરતા હવે દમણના બિલ્‍ડરો ફાયર વિભાગની અનિર્ણાયકતામાંથી બહાર આવી શકે એવી સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 l સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લાના માસ્‍ટર પ્‍લાન(આઉટલાઈન ડેવલપમેન્‍ટ પ્‍લાન એન્‍ડ ડ્રાફટ જનરલ ડેવલપમેન્‍ટ રૂલ્‍સ-2023)ને મંજૂરી આપી દમણને દશેરાની અણમોલ ભેટ આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના ત્રણેય જિલ્લાના વિકાસના નવા દરવાજા ખોલવા માટે માસ્‍ટર પ્‍લાન તૈયાર કરાવ્‍યો છે.
દમણ જિલ્લામાં માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવાની શરૂઆત સૌથી પહેલાં થઈ હતી, તેથી દમણ જિલ્લાના માસ્‍ટર પ્‍લાનની સૌ પ્રથમ ઘોષણા કરવામાં આવી છે. આવતા દિવસોમાં દમણની તર્જ ઉપર દીવ અને દાદરા નગર હવેલીના માસ્‍ટર પ્‍લાનને પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મંજૂરી આપી વિકાસના દ્વાર ખોલશે.

અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને સીધા માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ દમણ જિલ્લાના માસ્‍ટર પ્‍લાન(આઉટલાઈન ડેવલપમેન્‍ટ પ્‍લાન એન્‍ડ ડ્રાફટ જનરલ ડેવલપમેન્‍ટ રૂલ્‍સ-2023) પ્રશાસનના અધિકારીઓએ પારદર્શક નિષ્‍પક્ષ અને તટસ્‍થ રીતે તૈયાર કર્યો હોવાનું માનવામાં આવે છે. 26મી જૂન, 2023ના રોજ આ માસ્‍ટર પ્‍લાન માટે સૂચનો અને વાંધા આમંત્રિત કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું હતું. પ્રશાસનને સૂચનો અને વાંધા આપનારા તમામ લોકોને સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. આ પુરી પ્રક્રિયામાં અત્‍યાર સુધી એક પણ વાદ-વિવાદ અથવા પક્ષાપક્ષીનો આરોપ સામે આવ્‍યો નથી. જે વર્તમાન પ્રશાસનની પારદર્શક નીતિનું પ્રતિબિંબ પાડે છે.
દમણ જિલ્લાના નવા માસ્‍ટર પ્‍લાનમાં શહેર અને ગ્રામીણ બંને વિસ્‍તારની વિકાસની સંભાવનાઓને ધ્‍યાનમાં રખાઈ હોવાનો દાવો કરવામાં આવે છે. 1961થી 2023 સુધી ગ્રામીણ ક્ષેત્રમાં જે ગ્રીન ઝોન અને નો ડેવલપમેન્‍ટ ઝોન જેવા નિર્માણ કાર્યને અવરોધતા નિયમો હતા જેના કારણે કેટલાક ચોક્કસ વિસ્‍તારોમાં જ વિકાસ થઈ શક્‍યો હતો. ગ્રામીણ વિસ્‍તારના લોકો પોતપોતાની જમીન ઉપર પોતાના માટે નિયમ મુજબ પ્‍લાન પાસ કરી મકાન પણ નહીં બનાવી શકતા હતા. જેની સામે દમણનાનવા માસ્‍ટર પ્‍લાનમાં વધુમાં વધુ ગ્રામીણ વિસ્‍તારની જમીનોને ડેવલપમેન્‍ટ ઝોનમાં સામેલ કરી આ સમસ્‍યાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હોવાનો પણ દાવો કરાયો છે. આ માસ્‍ટર પ્‍લાનમાં ગ્રામીણ વિસ્‍તારની એફ.એસ.આઈ.ને પણ શહેર વિસ્‍તારની એફ.એસ.આઈ.ની તર્જ ઉપર વધારવામાં આવી છે. તેથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બિલ્‍ડીંગો અને એપાર્ટમેન્‍ટોની એફ.એસ.આઈ. વધવાથી તેની પડતર ઓછી આવશે જેના કારણે લોકોને સસ્‍તા મકાન ફલેટ બનાવવાનો નવો રસ્‍તો પણ ખુલી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દમણ શહેરમાં ગાંવઠાણની જમીનોને છોડીને સર્વે નંબરવાળી જમીનોમાં એફ.એસ.આઈ. 2 રાખવાની સાથે સાથે પેઈડ એફ.એસ.આઈ. 1 અને ટી.ડી.આર. એફ.એસ.આઈ. 0.5ને જોડવામાં આવી છે. હવે બિલ્‍ડરોને બિલ્‍ડીંગ બનાવતા સમયે 3.5 એફ.એસ.આઈ. ઉપલબ્‍ધ થશે. જેના કારણે બિલ્‍ડરોને હવે એફ.એસ.આઈ.ની ચોરી પણ નહીં કરવી પડશે એવી ધારણાં વ્‍યક્‍ત થઈ રહી છે. બિલ્‍ડીંગોના નિર્માણમાં સૌથી વધુ મુશ્‍કેલી ફાયર વિભાગના નિયમોના કારણે આવતી હતી. તેને પણ માસ્‍ટર પ્‍લાનમાં સરળ કરી એકરૂપતા આપવામાં આવી છે. જેમાં પહેલાં દમણ પ્રશાસન પ્‍લાનની મંજૂરી આપતા સમયે બિલ્‍ડીંગોના બાંધકામ માટે ફ્રન્‍ટ સાઈડ અને બેક સેટબેક જે નિર્ધારિત કરતા હતા તેનેફાયર વિભાગ ટેક્‍નિકલ કારણોથી માન્‍યતા નહીં આપતા હતા. કારણ કે, ફાયર વિભાગ નેશનલ બિલ્‍ડીંગ કોડ(એન.બી.સી.)ના હિસાબથી ચાલતો હતો. જેના કારણે બિલ્‍ડીંગોનું બાંધકામ કરનારા બિલ્‍ડરોને ઓ.સી. મેળવતાં નવનેજા પાણી પડતા હતા. નવા માસ્‍ટર પ્‍લાનમાં પ્રશાસને ફાયર વિભાગ માટે પણ નવા ડી.સી.આર.ના અંતર્ગત જ બિલ્‍ડીંગોને મંજૂરી આપવાનું પ્રાવધાન નિશ્ચિત કર્યું છે. જેથી એક સમાન નિયમ લાગુ થવાથી દમણમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેશને એક નવી ગતિ મળશે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલ માસ્‍ટર પ્‍લાન 2047ને ધ્‍યાનમાં રાખી તૈયાર કરાયો છે જેના કારણે આવતા ઘણાં દાયકાઓ સુધી હવે દમણ જિલ્લા માટે માસ્‍ટર પ્‍લાન ઉપર મનન-મંથન કરવાની જરૂરિયાત નહીં રહેશે એવું આકલન થઈ રહ્યું છે.

Related posts

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment