Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

21 સેન્‍ચુરી કેન્‍સર હોસ્‍પિટલના ડો.અક્ષર નાડકર્ણી, ડો.વૈભવ નાડકર્ણી અને ડો.સોમ્‍યા નાડકર્ણીએ બેસ્‍ટ કેન્‍સરની વિસ્‍તૃત જાણકારી આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપીમાંનવરાત્રી મહોત્‍સવ માત્ર ધાર્મિક આયોજન પુરતા મર્યાદિત નહી રહેતા એક ડગલુ આગળ વધી સામાજીક ઉત્‍થાન પણ થઈ રહ્યું છે. છરવાડા વાપી સ્‍થિત પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં નવરાત્રી દરમિયાન કેન્‍સર અવેરનેશ કેમ્‍પનું પણ આયોજન કરી સોનામાં સુગંધ મળે તેવી ઉમદા કામગીરી થઈ હતી. 21મી સેન્‍ચ્‍યુરી કેન્‍સર હોસ્‍પિટલ વાપીની તબીબી ટીમેસ્ત્રી રોગ અને ખાસ કરીને બ્રેસ્‍ટ કેન્‍સર અંગે નવરાત્રીમાં બહેનોને પાયાની વિસ્‍તૃત જાણકારી આપી હતી.
છરવાડા વાપી સ્‍થિત પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં નવરાત્રીના સાતમા નોરતાએ 21 સેન્‍ચ્‍યુરી કેન્‍સર હોસ્‍પિટલના ડો.અક્ષર નાડકર્ણી, ડો.વૈભવ નાડકર્ણી અને ડો.સોમ્‍યા નાડકર્ણી દ્વારાસ્ત્રી રોગ અનેસ્ત્રીઓને થતો બ્રેસ્‍ટ કેન્‍સર રોગ વિષે ઉપસ્‍થિત સોસાયટીની બહેનોને વિસ્‍તૃત જાણકારી સાથે કેન્‍સર અવેરનેશ અંગેની ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે ડો.અક્ષર નાડકર્ણીએ જણાવ્‍યું હતું કે, સોસાયટીની કેટલીક બહેનો અમને મળી હતી અને કેન્‍સર અવેરનેશ સેમિનારનો પ્રસ્‍તાવ આપેલો તે અમે સ્‍વીકારીને આ આયોજન કર્યું છે. આ સમાજ ઉત્‍થાનની કામગીરી છે. એના સંદર્ભમાં આઠમના પવિત્ર નોરતાએ હોસ્‍પિટલ તરફથી સોસાયટીની 108 બાળાઓને ચણીયા ચોળી પ્રદાન કરાઈ હતી. સામાજીક ઉત્‍થાન રૂપે આ ચણીયા ચોળીઓ અંતરીયાળ આદિવાસી યુવતિઓએ જતૈયાર કરી છે. તેમની પાસેથી ખરીદી કરાઈ છે જેથી આદિવાસી યુવતિઓને પણ રોજગાર મળી રહે. વાપીમાં હવે નવરાત્રી ધીરે ધીરે ધાર્મિક ઉજવણીની સાથે સાથે અન્‍ય સમાજ ઉત્‍થાન કાર્યક્રમો થઈ રહ્યા છે જે પ્રશંસનીય છે.

Related posts

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment