Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવરાત્રીના દિવસોમાં માઁ દુર્ગાના નવ રૂપોની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આજે નવમા દિવસે નવદુર્ગા યજ્ઞનું વિધિવિધાન સાથે આયોજન કરવામાં આવ્‍યું હતું. માઁ શારદાના મંદિરમાં શ્રદ્ધા અને ભક્‍તિ સાથે આરતી અને નવદુર્ગા યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. જેમાં શાળાની સુખ-શાંતિ અને પ્રદેશની સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. ત્‍યારબાદ માઁ શારદાના નવ રૂપોના અવતારના રૂપે નવ કન્‍યાનું પૂજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, દેવી પૂજા ફક્‍ત માતાની પ્રતિમાની પૂજા નથી, પરંતુ આ પર્વ મા, બહેન, બેટી અને સમાજની દરેક નારીના સન્‍માનનું પર્વ છે. એવામાં ફક્‍ત કન્‍યા પૂજન જ નહિ, મહિલાઓનું પણ સન્‍માન કરવું. વર્તમાન સમયમાં આ પાવન અવસર પર માઁ દુર્ગાના નવ રૂપોમાં વિરાજમાન આપણી નારી શક્‍તિનું સદૈવ માન સન્‍માન થવું જોઈએ, સાથે તેમણે દશેરા પર્વ નિમિત્તે શ્રી રામચંદ્રજીના આગમનની સાથે અસત્‍ય પર સત્‍યની વિજયના પ્રતીક વિજયાદશમીની દરેકને શુભકામના પાઠવી હતી.
આ અવસરે શાળાના વાઇસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમ, સચિવ શ્રી એ. નારાયણન, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ અને કાર્યકારિણી સભ્‍યો સહિત શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો, અધ્‍યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment