ધોરણ 1 થી 9 માટે તા.06 થી 26 નવેમ્બર અને ધોરણ 10-12 માટે 09 થી 15 નવેમ્બર સુધી શાળાઓમાં રજા રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રદેશની તમામ સરકારી શાળાઓમાં આગામી 06નવેમ્બરથી 26નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે આ વર્ષના દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે 06નવેમ્બર, 2023થી 26નવેમ્બર, 2023 સુધી સંપ્રદેશની તમામ સરકારી શાળાઓમાં દિવાળીની છુટ્ટીઓ રહેશે. જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તા.09 નવેમ્બરથી 15 નવેમ્બર, 2023 સુધી દિવાળી વેકેશનની રજા રહેશે.
મળતી માહિતી મુજબ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીના સંદર્ભે વધારાના વર્ગો લેવામાં આવનાર હોવાથી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે વેકેશન ફક્ત સાત દિવસનું જ રહેશે.