ઓરવાડમાં રોડ ક્રોસ કરતા બે શ્રમિકને બાઈક ચાલકે અડફેટમાં લેતા ત્રણેય ઘાયલઃ મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06
પારડી તાલુકાના ઓરવાડ ગામે ચીકુ માર્કેટમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામા ખાટાઆંબા ગામે રહેતા બજન જાનુભાઈ વારલી તેની પત્ની મજુરી કામે આવ્યા હતા અને મજુરી કામ કરી ચીકુ માર્કેટમાં જ રહેતા હતા. ત્યારે ગત બુધવારના રોજ સાંજે સાડા સાતેકવાગ્યાના સુમારે બજનભાઈ અને તેમની સાથે માર્કેટમાં કામ કરતો હસુભાઈ લાલુભાઇ હળપતિ બન્ને નેશનલ હાઇવે નંબર 48 નો ઓરવાડ બ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે વાપી તરફથી આવેલી યામાહા બાઈક નં ઞ્થ્ 15 ગ્ઘ્ 5838ના અડફેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક દર્પણ દિલીપભાઈ પટેલ રહે. પારડી પોણીયા અને રોડ ક્રોસ કરતા બજનભાઈ અને હસુભાઈ ઇજા ગ્રસ્ત બન્યા હતા આત્રણેવ ને સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન બજનભાઈનું કરુણ મોત નિપજવા પામ્યું છે.
આ અંગે પારડી પોલીસ મથકે પારડી પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે હાલ તો મળતક બજનભાઈનો મળતદેહનો કબ્જો લઈ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.